• Gujarati News
  • National
  • સ્વર્ગથી ધરતી પર ઉતર્યા ગંગા, સંગમમાં શ્રદ્ધાળુઓનું સ્નાન

સ્વર્ગથી ધરતી પર ઉતર્યા ગંગા, સંગમમાં શ્રદ્ધાળુઓનું સ્નાન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
¾, વડોદરા,બુધવાર, 15 જૂન, 2016

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં12000 હિન્દુ ‘મહાકુંભ’ માટે મંગળવારે ગંદરબાલ જિલ્લામાં ઝેલમ નદી તથા સિંધ ધારાના સંગમ કિનારે ઉમટ્યા હતા. તેમાં મોટા ભાગના કાશ્મીરી પંડિત હતા. પંડિતોએ કહ્યું હતું કે, છેલ્લે રીતનો સંયોગ 1941માં સર્જાયો હતો, જેનાં 75 વર્ષ અને 10 દિવસ બાદ ફરીવાર તેવો સંયોગ સર્જાયો છે. પ્રસંગે શ્રદ્ધાળુઓ સ્નાન કરીને એક વિશેષ સ્થાન સુધી ગયા હતા, જ્યાં લાંબા સમયથી ચિનારનું એક વૃક્ષ હાજર છે. શ્રદ્ધાળુઓએ અહીં રહેલા શિવલિંગ પર જળાભિષેક કર્યો હતો.

અલ્હાબાદ : ગંગાદશેરાના પ્રસંગે મંગળવારે અલ્હાબાદના સંગમ કિનારે લાખો શ્રદ્ધાળુઓએ ગંગામાં ડૂબકી લગાવી હતી. શાસ્ત્રોના અનુસાર ગંગા દશેરાના દિવસે ગંગા સ્નાનનું વિશેષ મહત્વ છે.. દિવસે સ્વર્ગથી ગંગાની ધરતી પર અવતરણ થયું હતું તેથી દિવસને મહાપુણ્યકારી પર્વના રૂપમાં ઉજવવામાં આવે છે. દિવસે મોક્ષદાયિની ગંગાની પૂજા કરવામાં આવે છે. બુધવારે નિર્જળા એકાદશી (અગિયારસ) હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગંગાસ્નાન કરે તેવી અપેક્ષા છે. ગંગા દશેરના દિવસે દાન-પુણ્યનું મહાત્મ છે. દિવસે દાનમાં સાથવો, માટલું અને હાથ પંખો દાન આપવાથી બમણું ફળ મળે છે. ગંગા દશેરના દિવસે કોઇ પણ નદીમાં સ્નાન કરીને દાન-પુણ્ય કરવાથી મનુષ્ય જાણે-અજાણ્યે કરેલાં ઓછામાં ઓછા દસ પાપોથી મુક્ત થાય છે. દસ પાપોનું હરણ થવાથી તિથિનું નામ ગંગા દશેરા પડ્યું છે.

13

અન્ય સમાચારો પણ છે...