તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બેંકમાં યુવકને બેભાન બનાવી ગઠિયા રૂા. 11700 લઇ ફરાર

બેંકમાં યુવકને બેભાન બનાવી ગઠિયા રૂા. 11700 લઇ ફરાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગરએસબીઆઇ બેંકમાં રૂપિયા ભરવા ગયેલા યુવકને ઘેનયુક્ત પદાર્થ સુંઘાડી બેભાન બનાવી રૂા.11700 લઇ ગઠિયા ફરાર થઇ ગયા હતાં. ઘટના અંગે સિટી પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

ફતેપુરા રહેમતનગરમાં રહેતા 35 વર્ષીય ઇસ્માઇલ ઇસરાઇલ અંસારી દરજીકામ કરે છે. શુક્રવારે બપોરે 12:30 કલાકે તેઓ વિજયનગર સ્થિત એસબીઆઇ બેંકમાં રૂા. 11700 ભરવા માટે ગયા હતાં. દરમિયાન આશરે 25 થી 30 વર્ષીય 2 શખ્સોએ અમારે બેંકમાં રૂા. 1.70 લાખ ભરવાના છે , અમને સ્લીપ ભરી આપો તેમ કહી તેમને વિશ્વાસમાં લીધા હતાં. ત્યારબાદ ઇસ્માઇલને ઘેનયુક્ત પદાર્થ સુંઘાડતા તેઓ બેભાન થઇ જતાં તેની પાસેના રૂા. 11700 લઇ રફૂચક્કર થઇ ગયા હતાં. ઘટના સંદર્ભે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી ભેજાબાજોની શોધખોળ શરૂ કરી છે.

ઉલ્લેખનિય છે કે 2 દીવસ અગાઉ પણ એક બેન્કમાં સ્લીપ ભરી આપવાનું કહીને ઠગાઈ કરવાનો કિસ્સો સપાટી પર આવ્યો હતો. ગઠિયાઓ હવે બેન્કની બહાર રેકી કરીને શિકાર કરતા હોવાનું બહાર આવ્યું છે.

સ્લીપ ભરી આપો કહી 2 ગઠિયા ખેલ ખેલી ગયા

અન્ય સમાચારો પણ છે...