• Gujarati News
  • National
  • લેલે ટુર્ના.ની મેચમાં 2 રનનો િવવાદ : સ્કોરરની હકાલપટ્ટી

લેલે ટુર્ના.ની મેચમાં 2 રનનો િવવાદ : સ્કોરરની હકાલપટ્ટી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરોડાક્રિકેટ એસેાસિયેશન દ્વારા રમાઈ રહેલી અંડર - 19 નેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટની પ્રારંભિક મેચમાં થયેલા વિવાદ બાદ ટેક્નિકલ કમિટીએ આસામ ટીમને વિજયી જાહેર કરવામાં આવી હતી.તેમજ વિવાદીત મેચમાં બે રનના લીધે સર્જાયેલા વિવાદને લીધે સ્કોરર ભાવેશ રાજપૂતને આખી ટુર્નામેન્ટમાંથી હટાવી દેવાયા છે.

અંડર 19-જે વાય લેલે ક્રિકેટ ટુર્નામેન્ટના પહેલા દિવસે મ.સ.યુનિ.ડી.એન.હોલ ખાતે આસામ અને વિદર્ભ વચ્ચે મેચ રમાઈ હતી.બંને ટીમોનો સ્કોર 150-150 રન થતાં મેચ ટાઈ થઈ હતી.આ સમયે આસામના કોચ અને પૂર્વ નેશનલ ખેલાડી અજય રાત્રાએ બીસીએના સત્તાધીશો સમક્ષ રજૂઆત કરી હતી,બીસીએ વિવાદ ટેક્નિકલ કમિટીને મોકલી આપ્યો હતો.ટેક્નિકલ કમિટીએ વિવિધ પાસાંઓ ચકાસી અને નિવેદનો લઈ આખરે આસામને વિજેતા જાહેર કરી હતી.

મેચમાં બે રનના લીધે વિવાદ સર્જાયો હતો

વિવાદિત મેચમાં આસામ વિજયી જાહેર

અન્ય સમાચારો પણ છે...