સમા સાવલી રોડ પર ભૂવો પડયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાસમા સાવલી રોડ પર આવેલા ઓવરબ્રિજ પર ભૂવો પડયો હતો પણ સેવાસદનનુ તંત્ર મોડી સાંજે જાગ્યું હતું અને જગાને કોર્ડન કરવાની કવાયત કરી હતી.

અમદાવાદ વડોદરા એકસપ્રેસ હાઇવે સાથે સંકળાયેલા સમા સાવલી રોડ પર ઉર્મિ સ્કૂલ પાસે વિશ્વામિત્રી નદી પર ઓવરબ્રિજ બનાવવામાં આવેલો છે. સમા સાવલી રોડથી અમિતનગર સર્કલ તરફ આવતા માર્ગ પરના બ્રિજ પર પ્રારંભિક ભાગમાં ભૂવો પડયો હતો. વિશ્વામિત્રી નદી પરના ઓવરબ્રિજ પર પડેલા ભૂવા અંગે સેવાસદનનુ તંત્ર શુક્રવારે સાંજે 5 વાગે હરકતમાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...