• Gujarati News
  • National
  • પ્રગતિ સહકારી બેંક સાથે કાર ખરીદીના નામે 25 લાખની ઠગાઈ

પ્રગતિ સહકારી બેંક સાથે કાર ખરીદીના નામે 25 લાખની ઠગાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરની માંજલપુર વિસ્તારની પ્રગતિ સહકારી બેંકમાં જઇને બોગસ દસ્તાવેજ રજૂ કરી સેન્ટા એફઇ કાર ખરીદવા માટે 25 લાખની લોન લઇ બેંક સાથે ઠગાઇ કરાઇ હોવાની ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

પ્રગતિ સહકારી બેંકના મેનેજર પ્રદિપ જોશીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં મનજીત- કુમાર રામકિશન રાજુ (રહે, ત્રિલોકકુંજ સોસા, માંજલપુર) તથા જયેશ અરવિંદ ઠક્કર (રહે, જલારામ સોસા, ગોત્રી), કલ્પેશ બાબુ પટેલ (રહે, મધુવન સોસા.સુસેન તરસાલી રોડ) તથા ધવલ દિનેશ પુરોહિત (રહે, રાજવી કોમ્પ્લેક્ષ,મણિનગર, અમદાવાદ) સામે એફઆઇઆર નોંધાવી હતી. ુંગત સપ્ટેમ્બર,2016માં ધવલ પુરોહિત બેંકમાં આવી સીએ તરીકે ઓળખાણ આપી તેના ક્લાયન્ટ માટે હ્યુન્ડાઇ સેન્ટા એફઇ કાર ખરીદવાની લોનની માહિતી મેળવી હતી, ત્યારબાદ ધવલ પુરોહિત તેના ક્લાયન્ટ મનજીતકુમાર તથા બે જામીનદારો જયેશ ઠક્કર,કલ્પેશ પટેલ સાથે લોન મેળવી હતી .

RC બુકમાં બોગસ નંબર સિરીઝ દર્શાવી
બેન્ક દ્વારા આરસીબુકની નકલની તપાસ કરવા આરટીઓમાં મોકલાતાં પર્દાફાશ થયો હતો કે આ વાહનની નોંધણી ન થઇ હોવાનું અને જે નંબર દર્શાવ્યો હતો તે નંબરની સિરીઝ હજુ આરટીઓમાં ચાલુ જ ના થઇ હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત શિવ મોટર્સની તપાસ કરાતાં વાહન વેચતી આવી કોઇ કંપની વડોદરામાં ના હોવાનું પણ બહાર આવ્યું હતું. આ શખ્સોએ બોગસ વીમા પોલિસી સહિતના દસ્તાવેજો પણ ખોટા બનાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...