• Gujarati News
  • National
  • દિવસે ટ્રેનમાં પાણી વેચી રાત્રે મકાનોમાં ચોરી કરનાર જબ્બે

દિવસે ટ્રેનમાં પાણી વેચી રાત્રે મકાનોમાં ચોરી કરનાર જબ્બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના અલગ અલગ વિસ્તારોમાં રાત્રીના સમયે ચાલતા ફરીને ખુલ્લાં રહેલાં મકાનોમાં પ્રવેશી મોબાઇલ અને લેપટોપની ચોરી કરનારો આંકલાવનો શખ્સ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઇ ગયો હતો. તેની પાસેથી ચોરીના 29 મોબાઇલ અને 2 લેપટોપ મળીને 1.77 લાખનો મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો હતો. આ શખ્સ દિવસે આણંદ, વડોદરા અને સુરત સુધી લોકલ ટ્રેનોમાં પાણીનાં પાઉચ વેચતો અને રાત્રે ચોરી કરતો હોવાનું પણ પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું.

ક્રાઇમ બ્રાન્ચે શહેરના મરીમાતાના ખાંચામાંથી જલ્કેશ ઉર્ફે ગોપી જશવંત પઢિયાર (રહે, કહાનવાડી, તાં.આંકલાવ)ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી પોલીસને 29 મોબાઇલ અને 2 લેપટોપ મળી આવ્યાં હતાં. મોબાઇલ અને લેપટોપ અંગે તેણે પોલીસને સંતોષકારક જવાબ ના આપતાં પોલીસને શંકા ગઇ હતી, જેથી પોલીસે તેની ઊંડી પૂછપરછ કરતાં તે રાત્રીના સમયે ખુલ્લા મકાનમાં પ્રવેશીને મકાન માલિકને જાણ પણ ના થાય તે રીતે ઘરમાંથી લેપટોપ , મોબાઇલની ચોરતો હોવાનું બહાર આવ્યું હતું.

છાણીના ખુલ્લા ઘરમાંથી ચોરી કરી હતી
જલ્કેશ ઉર્ફે ગોપીએ ગત એપ્રિલ માસમાં છાણી જકાતનાકા પાસેની અંબિકાનગર સોસાયટીમાં રહેતા મિતેશ ચંદુભાઇ બારાઇના ખુલ્લા મકાનમાંથી લેપટોપ અને મોબાઇલની ચોરી કરી હોવાનું જણાતાં ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...