Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સિટીના ધવલ મિસ્ત્રી પાસે બનાવડાવ્યું યુનિક વાદ્ય સ્વરલીન
} વાદ્યનું બોર્ડ વાયોલીનની જેમ લાકડાનું નહીં પરંતુ ચામડાનું હોય છે
24 તારસારંગીની જેમ જ્યારે મુખ્ય તાર વાયોલીનની જેમ હોય છે
} વાદ્યમાં વાયોલીન અને સારંગીનો સમન્વય કરવામાં આવ્યો છે.
40 વર્ષપહેલાં રાજેન્દ્રસિંગ નામના કલાકારે વાદ્ય બનાવ્યું હતું.
કલાકાર ધવલ મિસ્ત્રી સાથે વાત કરતા મને તેનામાં કલાનું કૌવત દેખાયું. 20 વર્ષથી જે સ્વરલીન પર સંગીત પ્લે કરું છું ધવલે મારું જૂનું સ્વરલીન તો ફરી જીવંત કર્યું સાથે આટલા જૂના, અઘરા વાદ્યના સર્જનમાં ભૂલો કાઢી. તેણે વાદ્ય માટે કેટલાંક સાંપ્રત ચેન્જીસ સૂચવ્યા. અને નવું સ્વરલીન બનાવ્યું છે. } નંદુ હોનપ, વાયોલીનીસ્ટ, મુંબઇ
સિટી રિપોર્ટર @cbvadodara
રૂદાલીફિલ્મમાં વાયોલીન અને સ્વરલીન વાદ્યનો પ્રયોગ કરી દીલ હુમ હુમ કરે જેવા ગીતોમાં પ્રાણ પુરનાર વાયોલીન વાદક નંદુ હોનપે સ્વરલીન નામનું યુનિક વાદ્ય વડોદરા આવીને રિપેર કરાવ્યું હતું. વાયોલીન અને સારંગીનો સમન્વય ધરાવતા સ્વરલીનમાં વડોદરાના વાદ્ય મેકરે સર્જન વેળાએ થયેલી ભૂલો શોધી હતી. જેથી નંદુ હોનપે ધવલ મિસ્ત્રી પાસે તમામ ભૂલો સુધારતું નવું સ્વરલીન બનાવડાવ્યું છે. ગીત કમ્પોઝ થયા બાદ રેકોર્ડ કરતા પહેલાં ગાયકને ગીતને કેવું ગાવાનું છે તેનો દોરીસંચાર કરવા ફીલ્મ જગતના અઢળક ગીતોમાં નંદુ હોનપે ઉત્કૃષ્ટ ગાયકો માટે વાયોલીન તથા સ્વરલીન વગાડ્યું નહીં પણ તેને ગવડાવ્યું છે.
ANCHOR
કારણોથી ઇન્સ્ટ્રુમેન્ટ અસ્તિત્વમાં આવ્યું
ફિલ્મજગતમાં પહેલાં સારંગીનો ભરપૂર ઉપયોગ થતો હતો. અમુક દાયકાઓ બાદ એવા ગીતો બનાવવાના બંધ થઇ ગયા જેમાં સારંગી વગાડી શકાય. ત્યારબાદ વાયોલીનનો ઉપયોગ વધ્યો. પરંતુ વાયોલીનથી થોડું જુદુ સારંગીની સ્થાનપૂર્તિ કરતું વાદ્ય ગીતોમાં વધુ પ્રાણ પુરી શકે તેવા વિચારથી વાદ્ય બન્યું. વાયોલીન અને સારંગી કરતાં જુદુ હોવા છતાં બન્ને વાદ્યોનો સમન્વય છે.