તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શહેરનાં 18,781 ઉમેદવારોએ તલાટી બનવા પરીક્ષા આપી

શહેરનાં 18,781 ઉમેદવારોએ તલાટી બનવા પરીક્ષા આપી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતગૌણ પસંદગી મંડળ દ્વારા આજે રાજ્યભરમાં લેવાયેલી રેવન્યુ તલાટી ભાગ-1ની પરીક્ષામાં વડોદરા શહેર-જિલ્લામાંથી નોંધાયેલા 24119 ઉમેદવારો પૈકી 18781 ઉમેદવારોએ શહેર-જિલ્લાનાં 70 બિલ્ડિંગ પરથી પરીક્ષા આપી હતી. એક કલાકની રેવન્યુ તલાટીની ભાગ-1ની પરીક્ષામાં કોઇપણ અનિચ્છનીય બનાવ બનતાં તંત્રે રાહત અનુભવી હતી.

ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા રાજ્યભરમાં રેવન્યુ તલાટી ભાગ-1ની પરીક્ષા આજે લેવાઇ હતી. જેમાં વડોદરા શહેર-જિલ્લામાંથી કુલ 24119 ઉમેદવારો નોંધાયા હતા. વડોદરા શહેર-જિલ્લાનાં 70 બિલ્ડિંગ પર આજે બપોરે 12 થી 1 દરમિયાન લેવાયેલી પરીક્ષામાં 18781 ઉમેદવારોએ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષામાં આપી હતી. જ્યારે 5338 ઉમેદવારોએ અંગત કારણોસર રેવન્યુ તલાટીની પરીક્ષા આપવાનું ટાળ્યું હતું. આજે લેવાયેલી રેવન્યુ તલાટી વિભાગ-1ની લેખિત પરીક્ષામાં સામાન્‍ય જ્ઞાન અને બુદ્ધિ કૌશલ્‍ય વિષય સંબંધિત બાબતોનું તથા ગુજરાતી ભાષા, ગુજરાતી વ્‍યાકરણ, અંક ગણિત અને અંગ્રેજી વ્‍યાકરણના વિષયોને અનુરૂપ હેતુલક્ષી પ્રશ્નો પૂછાયા હતા. 100 માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નો પ્રમાણમાં સારા હોઇ મોટાભાગના ઉમેદવારોને તેના જવાબો લખવામાં કોઇ તકલીફ પડી નહોતી. વળી શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા યોજાઇ હોઇ અને એકપણ અનિચ્છનીય બનાવ બન્યો હોઇ ઉમેદવારોની સાથે સાથે પરીક્ષાની કામગીરીમાં સંકળાયેલા સ્ટાફ તથા અધિકારીઓએ પણ રાહતનો દમ ભર્યો હતો.

સ્ત્રી અધ્યાપન મંદિર ખાતે ફરજ બજાવી રહેલા અધિકારી આર.બી.બારોટે જણાવ્યું હતું કે, રેવન્યુ તલાટી વિભાગ-1ની પરીક્ષા શહેર-જિલ્લાનાં 70 બિલ્ડિંગ પરથી શાંતિપૂર્ણ રીતે લેવાઇ હતી. પરીક્ષામાં કોઇપણ અનિચ્છનીય બનાવ બન્યો નથી. કુલ 18781 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

રેવન્યુ તલાટીનું પ્રશ્નપત્ર સારું હતું

^રેવન્યુ તલાટીનું પ્રશ્નપત્ર પ્રમાણમાં ઘણું સારું હતું. પેપરમાં જનરલ નોલેજની સાથે વિષયને લગતા પણ પ્રશ્નો પૂછાયા હતા. સારા માર્ક્સ આવવાની આશા બંધાઇ છે. > મિતેશરાઠોડ, ઉમેદવાર.

થોડા પ્રશ્નોએ મૂંઝવ્યાં હતાં

^રેવન્યુ તલાટી વિભાગ-1ની આજે લેવાયેલી પરીક્ષામાં મારું પ્રશ્નપત્ર થોડું સારું ગયું છે. અમુક પ્રશ્નોએ મને મૂંઝવ્યા હતા. અમુક પ્રશ્નોને બાદ કરતાં પેપર પ્રમાણમાં સારું હતું. > મનીષામેડા, ઉમેદવાર.

શહેર-જિલ્લાનાં 70 કેન્દ્રો પર પરીક્ષા લેવાઇ

શહેરનાં કેન્દ્રો પર તલાટીના ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરીક્ષામાં કોઇ ગેરરીિતનો કિસ્સો બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...