તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • તપાસ માટે ગયેલા પોલીસ કર્મીના પટ્ટા ઉતારી દેવા ધમકી

તપાસ માટે ગયેલા પોલીસ કર્મીના પટ્ટા ઉતારી દેવા ધમકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા.જે.પી.રોડ પરમેરીલેન્ડ કોમ્પ્લેક્ષમાં આવેલ યુનિક મોબાઇલ દુકાનમાંથી ચિરાગ નામના શખ્સે મોબાઇલ ખરીધી તેણે અન્ય યુવકને વેચી દીધો હતો. યુવકે ઘેર જઇ ચાર્જ કરતા તે હેન્ગ થતા તેણે દુકાન માલિકનો સંપર્ક કરતા દુકાનના માલિકોએ હાથ અધ્ધર કરી દીધા હતા. આથી યુવકે પોલીસમાં અરજી કરતા જે.પી રોડ પોલીસના હેડ કોન્સ્ટેબલ અમરસિંહ ગોવિંદભાઇ યુનિક મોબાઇલમાં ગયા ત્યારે હાજર ઇમ્તીયાત અને તેનો ભાઇ ઇદ્રીશ મોલવીએ પોલીસ કોન્સ્ટેબલ સાથે ઉધ્ધતાઇભર્યુ વર્તન કરી સર્ચ વોરંટ માંગ્યુ હતુ અને દુકાનમાંથી નિકળી જવા જણાવ્યુ હતુ.પોલીસ ગણવેશમાં રહેલા કર્મચારીને જોઇ લેવાની ધમકી આપીને ઇદ્રીસે પોલીસ કર્મીના પટ્ટા ઉતારી દેવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...