તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માંજલપુરમાં મહિલાનો અછોડો તૂટયો

માંજલપુરમાં મહિલાનો અછોડો તૂટયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા.માંજલપુર,જલારામ ધામસોસાયટી પાસે ચાલતી પસાર થઇ રહેલી 53 વર્ષીય મહિલાના ગળામાંથી સોનાનું મંગળસુત્ર તોડીને બાઇક પર આવેલા બે શખ્સ ફરાર થઇ ગયા હતા. માંજલપુર પોલીસના જણાવ્યા મુજબ ચન્દાબેન વિષ્ણુભાઇ કેસારકર (રહે, કેદારધામ ફ્લેટ, અલવાનાકા) રસોઇ કામ કરે છે અને રવિવારે બપોરે પોણા બાર વાગ્યે જલારામધામ સોસાયટી પાસેથી તેઓ લગ્ન પ્રસંગે હાજરી આપવા ચાલતા પસાર થઇ રહ્યા હતા, ત્યારે પાછળથી બાઇક ધસી આવેલા બે શખ્સોએ તેમના ગળામાં પહેરેલ સોનાનું મંગળસુત્ર (~35,000) આંચકીને ફરાર થઇ ગયા હતા. પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...