તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • િવદ્યાર્થી સંઘની ચૂંટણી દર વર્ષે 31 ઓગસ્ટે યોજવા આજે બેઠક

િવદ્યાર્થી સંઘની ચૂંટણી દર વર્ષે 31 ઓગસ્ટે યોજવા આજે બેઠક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમ.એસ.યુનિમાંવિદ્યાર્થી સંઘની ચૂંટણી છેલ્લાં દોઢ વર્ષથી યોજાઇ નથી. વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજવાની જાહેરાત વચ્ચે લો ફેકલ્ટીના વિદ્યાર્થી ચૈતન્ય લીમ્બાચિયાએ લિંગ્દોહ કમિટીની ભલામણો અંતર્ગત ચૂંટણી યોજાતી નથી તેવો અત્રેની કોર્ટમાં અરજી કરીને ચૂંટણી રોકવા માટે દાદ માગી હતી. જેની સામે કોર્ટે યુનિ.ને લિંગ્દોહ કમિટીની ભલામણોને લાગુ કર્યા બાદ ચૂંટણી યોજવાનો હુકમ કર્યો હતો. યુનિ.તાત્કાલિક લાગુ કરી શકાય તેમ હોઇ ચૂંટણી રદ કરીને પ્રો. ચુંદાવત કમિટી બનાવીને રિપોર્ટ સોંપવા માટે સૂચના આપી હતી. જેની સામે 8 મહિનાથી વધુ સમય પહેલાં પ્રો.ચુંદાવત કમિટીએ પોતાનો રિપોર્ટ યુનિ.ને સોંપ્યો હતો. કાનૂની અંતરાયોનો હવાલો આપીને યુનિ.ના સત્તાધીશોએ ચૂંટણી યોજવાનું ટાળીને અંતરાયો દૂર થાય તો ચૂંટણી યોજવાની તૈયારી દર્શાવી નહોતી. પરંતુ નવા વીસી તરીકે પ્રો. પરિમલ વ્યાસની નિમણૂક થતાં એબીવીપી સહિતનાં વિદ્યાર્થી સંગઠનોએ ચૂંટણી યોજવા માટે દબાણ વધારતાં યુનિ.ની સિન્ડિકેટે તાજેતરમાં 31મી ઓગસ્ટના રોજ વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજવાની લીલી ઝંડી આપી હતી. માર્ચ મહિનાના અંત સુધીમાં તમામ કાનૂની અંતરાયો દૂર કરવાની સાથે સાથે લિંગ્દોહ કમિટીની ભલામણોને લાગુ કરવાની છે. 29મીએ ભલામણો સંદર્ભે પ્રો. ચુંદાવત કમિટીએ આપેલા રિપોર્ટને લાગુ કરવા મીટિંગ મળશે.

અન્ય સમાચારો પણ છે...