તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • BCAના રિવાઇવલ ગ્રૂપ સાથે અજિત લેલેએ છેડો ફાડ્યો

BCAના રિવાઇવલ ગ્રૂપ સાથે અજિત લેલેએ છેડો ફાડ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરોડાક્રિકેટ એસોસિયેશનમાં આંતરિક મતભેદો સપાટી પર આવવા લાગ્યા છે. રિવાઇવલ ગ્રૂપમાં મતભેદો વધવા લાગ્યા છે. પ્રથમ અંશુમાન ગાયકવાડે બીસીએમાં મંત્રી પદેથી રાજીનામું આપ્યું, તે બાદ હવે સ્વ. જયવંત લેલેના પૂત્ર અજિત લેલેએ રિવાઇવલ ગ્રૂપમાંથી રાજીનામું આપ્યું છે.રાજીનામાપત્રમાં ગ્રૂપે ચુંટણી સમયે જે વચનો આપ્યા હતા તે પૂર્ણ કરવાને બદલે બીસીએને રાજકારણનો અખાડો બનાવ્યો છે. ચોક્કસ કામગીરી કરવાને બદલે એકબીજાના પગ ખેંચવાની પ્રવૃત્તિમાં રસ આવી રહ્યો છે.બીસીએની એજીએમ બોલાવવામા આવતી નથી. બીસીસીઆઇને એજીએમનો ઓડિટ થયેલ રિપાર્ટ મોકલી શકાતો નથી. પરિણામે બીસીસીઆઇ તરફથી મળવા પાત્ર રૂ.30 કરોડની બીસીએને અપાઇ નથી.

^મારા મતે સમય રાજકારણ રમવાનો નથી. બીસીએનું અસ્તિત્વ જોખમમાં છે.ત્યારે મારી અપિલ છે કે પ્રથમ કામ બીસીએને બચાવવાનું છે. બધાંએ એક બની સહિયારા પ્રયત્ન દ્વારા બીસીએનું અસ્તિત્વ તકી રહે તે જોવાનું છે. મુશ્કેલ સમય છે.બધાંએ એક રહી બીસીએ બચાવનું સૂત્ર લઇને ચાલવાનું છે. > કાસિમઉનિયા, મેનેજિંગકમિટિમેમ્બર, બીસીએ.

સમય રાજકારણ રમવાનો નથી

સમરજિતસિંહના ગ્રૂપમાં જોડાય તેવી શકયતા

અન્ય સમાચારો પણ છે...