તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બિલ્ડિંગમાં પાણી ડ્રેનેજ લાઇન કલર કોડ પ્રમાણેે રાખવી પડશે

બિલ્ડિંગમાં પાણી-ડ્રેનેજ લાઇન કલર કોડ પ્રમાણેે રાખવી પડશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હવે દિવસો દુર નથી કે નવી સોસાયટીઓમાં પાણી અને ડ્રેનેજની લાઇનમાં થતી સમસ્યા ટાણે રસ્તા આડેધડ ખોદવા પડ઼ે કેમ કે સેવાસદને આડેધડ રોડ તોડવા ના પડે તે માટે પાણી અને ડ્રેનેજની સુવિધામાં જુદાજુદા રંગના કોડ સાથેની લાઇન નાંખવાની રહેશે અને તેના માટે સેવાસદને બજેટમાં પણ જોગવાઇ કરી દીધી છે.

સામાન્ય રીતે કોઇ સોસાયટીમાં પાણીની લાઇન કે ડ્રેનેજની લાઇનમાં લીકેજ હોય ત્યારે રસ્તો ખોદી નાંખવામાં આવે છે અને રસ્તો અડધો ખોદી નાંખ્યા પછી ખબર પડે છે કે મૂળ લાઇનના બદલે બીજી લાઇનમાં તોડફોડ થઇ છે.

સ્થિતિ લગભગ શહેરની મોટા ભાગની સોસાયટીઓમાં થતી હોય છે. સમસ્યાનુ પુનરાવર્તન શહેરની નવી સોસાયટી કે એપાર્ટમેન્ટ કે કોર્મશિયલ બિલ્ડીંગમાં ના થાય તે માટે પહેલી વખત તેને નિયમમાં આવરી લેવામાં આવ્યુ છે. સેવાસદનના વર્ષ 2016-17ના બજેટમાં બિલ્ડીંગના કમ્પ્લીશન સર્ટિફીકેટ અને ઓકયુપેશન સર્ટિફીકેટ આપતા પૂર્વે બિલ્ડરે ચોક્કસ વ્યવસ્થા ડેવલપ કરવાની જોગવાઇ કરવામાં આવી છે.

જોગવાઇ મુજબ, સેવાસદનના બાંધકામ પરવાનગી વિભાગે સીસી અને ઓસી આપતી વખતે બિલ્ડરે પાણી,ડ્રેનેજ અને શકય હોય તો સોલાર સ્ટ્રીટલાઇટની સુવિધા સાથે રોડની બંને બાજુ ડક રાખ્યા છે કે કેમ તેની ચકાસણી કરવાની રહેશે. એટલુ નહીં, ડકમાં અલગ અલગ કલર કોડ સાથે લાઇન નાંખવાની રહેશે કે જેથી રોડ તોડવા પડે નહીં. વ્યવસ્થા બિલ્ડરે ડેવલપ કરી હોય તો સેવાસદનના બિલ્ડીંગ પરવાનગી વિભાગે સીસી અને ઓસી આપવાના રહેશે નહીંતર બિલ્ડરને તેનાથી વંચિત રહેવુ પડશે. સિવાય, બિલ્ડરે વોટર રિચાર્જ માટે વ્યવસ્થા કરવી પડશે.

વર્ષ લાગતની આવક(~)

2011-12 35,63,28,254

2012-13 103,80,46,752

2013-14 90,70,27,708

2014-15 82,99,84,755

2015-16 31,20,25,858

વર્ષ CC OC

2012-13 544 290

2013-14 622 446

2014-15 682 544

2015-16 272 170

કુલ 2120 1450

રસ્તાનું આડેધડ ખોદકામ બંધ થશે

^ પાણીની લાઇન લીકેજ થઇ હોય કે ડ્રેનેજમાં કોઇ સમસ્યા હોય તો લાઇન કયાંથી જાય છે તેની જાણકારી સરળતાથી મળી રહે તે માટે જુદા જુદા રંગના કોડ સાથે લાઇન નાંખવાના સૂચનનો બજેટમાં સમાવેશ કરાયો છે. વ્યવસ્થા બિલ્ડરે વિકસાવવાની છે અને તેના આધારે બિલ્ડરને સીસી ઓસી આપવાનુ રહેશે. નિયમથી રસ્તાનું આડેધડ ખોદકામ બંધ થશે અને નાગરિકોને મોટો લાભ મળશે. > ભરતડાંગર, મેયર

પરમિશન માટે CC અને OCના નવા િનયમ
અન્ય સમાચારો પણ છે...