• Gujarati News
  • National
  • MSUમાં ઝીંકાયેલા ફી વધારા મુદ્દે આવેદનપત્ર

MSUમાં ઝીંકાયેલા ફી વધારા મુદ્દે આવેદનપત્ર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમ.એસ. યુનિવર્સિટીના સત્તાધીશોએ નવા શૈક્ષણિક સત્રથી વિદ્યાર્થીઓના માથા પર ઝીંકેલા ફી વધારાના વિરોધમાં ગુરુવારના રોજ સ્ટુડન્ટ યુનિટી ગ્રૂપના વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીના રજિસ્ટ્રારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તાત્કાલિક અસરથી ફી વધારો પરત ખેંચવાની વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી છે.

યુનિવર્સિટીમાં ઝીંકાયેલા ફી વધારાના વિરોધમાં એનએસયુઆઇ અને ડીએસઓ જેવાં વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બાદ હવે યુનિવર્સિટીમાં નવા રચાયેલા સ્ટુડન્ટ યુનિટી ગ્રૂપના વિદ્યાર્થીઓ દ્વારા પણ ફી વધારો પરત ખેંચવાના મુદ્દે ઝંપલાવીને વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓએ કોમર્સ ફેકલ્ટીમાં બોઇઝની ફી રૂપિયા 6460 થી વધારીને રૂપિયા 7020, ગર્લ્સની ફી રૂપિયા 5260 થી વધારીને રૂપિયા 5820 તથા હાયર પેમેન્ટ યુનિટ રૂપિયા 12060 થી વધારીને રૂપિયા 12620 કરવામાં આવ્યા છે. ઝીંકાયેલા ફી વધારા સામે સખ્ત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીઓ દ્વારા રીતે એકાએક કરાયેલા ફી વધારાને પરત ખેંચવાની માંગ સાથે યુનિવર્સિટીનાં રજિસ્ટ્રારને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉપરાંત 14મી જૂનથી એસ.વાય.બી કોમ અને ટી.વાય.બી કોમના શરૂ કરાયેલા વર્ગોના સંદર્ભમાં બહારગામથી આવતાં વિદ્યાર્થીઓ માટે પણ કોઇ વ્યવસ્થા કરવામાં આવી હોવાની ફરિયાદ ઉઠાવી હતી. આમ, યુનિવર્સિટીમાં ઝીંકવામાં આવેલા ફી વધારા સામે વિદ્યાર્થીઓ દ્વારા રોષપૂર્વક વિરોધ કરવામાં આવ્યો છે. અને તાત્કાલિક રીતે તેને પરત ખેંચવા જણાવ્યું છે.

સ્ટુડન્ટ યુનિટી ગ્રૂપના વિદ્યાર્થીઓનો વિરોધ

તાત્કાલિક ફી વધારો પરત ખેંચવાની માંગ

અન્ય સમાચારો પણ છે...