• Gujarati News
  • National
  • મકરપુરામાં બે મકાનોમાં ~3 લાખની ચોરી

મકરપુરામાં બે મકાનોમાં ~3 લાખની ચોરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનામકરપુરાની આનંદ બાગ સોસાયટીમાં 1.92 લાખની મતાની ચોરી કરી હતી, જ્યારે મકરપુરા ડેપો પાસે ગજાનંદ એપાર્ટમેન્ટમાં ભર બપોરે 67,000ની મતાની ચોરી કરી હતી.મકરપુરા પોલીસે બંને ચોરી અંગે તપાસ શરૂ કરી હતી.

શહેરના મકરપુરા વિસ્તારમાં ઘરફાડ ચોરીના બનાવો વધી રહ્યા છે. સિંધવાઇ માતા રોડ પર આનંદ બાગ સો.માં રહેતા હિંમતલાલ જૈને મકરપુરા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ગત 11થી 13 જૂન દરમિયાન તેમના મકાનનું તાળું તોડી તથા બારીની ગ્રિલ કાઢી સોના ચાંદીના દાગીના અને રોકડા મળીને ~1,92,000ની મતાની ચોરી કરી હતી. બીજી તરફ પોલીસના જણાવ્યા મુજબ મકરપુરા ડેપો પાસે આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટમાં રહેતાં મધુબેન કાલિયા ભવન્સ સ્કૂલમાં નોકરી કરે છે. ગત 14 જૂને સવારે તેઓ સ્કૂલમાં ગયા હતા, અને બપોરે 3 વાગ્યે પરત ફર્યા તે ગાળામાં ચોરોએ તેમના મકાનનું તાળું તોડી તિજોરીમાં મૂકેલ પર્સમાંથી સોનાની બંગડી અને ~7000 રોકડા મળીને ~67,000ની ચોરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...