• Gujarati News
  • National
  • MSUની હોસ્ટેલમાં હવે ઓનલાઇન પ્રવેશ

MSUની હોસ્ટેલમાં હવે ઓનલાઇન પ્રવેશ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમ.એસ.યુનિવર્સિટીની12 બોયઝ અને 4 ગર્લ્સ હોસ્ટેલમાં રહેતાં 4500 વિદ્યાર્થીઓને ઝડપથી હોસ્ટેલ ફાળવવામાં આવે તે માટે ચાલુ વર્ષથી યુનિ.ના સત્તાધીશોએ હોસ્ટેલ પ્રવેશની કાર્યવાહી ઓનલાઇન કરવાનો નિર્ણય કર્યો છે. 20મી પછી ફેકલ્ટીમાં એડમિશન લેનારાં વિદ્યાર્થીઓ યુનિ.ની વેબસાઇટ પર જઇને હોસ્ટેલમાં ઓનલાઇન પ્રવેશ માટે અરજીઓ કરી શકશે.

યુનિ.માં 12 બોયઝ અને 4 ગર્લ્સ હોસ્ટેલ છે. જેમાં 4500 વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ રહે છે. દર વર્ષે પ્રથમ વર્ષનાં 1000 વિદ્યાર્થી અને 500 વિદ્યાર્થિનીને પ્રવેશ આપવામાં આવે છે. 1500 જેટલાં વિદ્યાર્થીઓને મેન્યુઅલી પ્રવેશ આપવા માટે હોસ્ટેલના સત્તાધીશોને 20 થી 25 દિવસનો સમય પસાર થઇ જાય છે. ફેકલ્ટીમાં એડમિશન નક્કી થયા બાદ તે વિદ્યાર્થીને હોસ્ટેલનાં અલગથી ફોર્મ ભરવા અને તે પછી કમિટી દરેક ફેકલ્ટીમાં કવોટા નક્કી કરીને એડમિશન ફાળવી આપે. એડમિશન ફાળવ્યા બાદ તે વિદ્યાર્થીનું લિસ્ટ મૂકવામાં આવે અને તે વિદ્યાર્થી ફી ભરે તે પછી તેને રૂમ ફાળવવામાં આવે. તમામ પ્રક્રિયા ઘણી લાંબી હોવાથી વડોદરા બહારથી ભણવા આવતાં વિદ્યાર્થીઓને પીજીમાં કે અલગથી ફ્લેટ રાખીને રહેવું પડે તેવી સ્થિતિ સર્જાય છે. સમસ્યાને ઉકેલવા હવે યુનિ. સત્તાધીશોએ હોસ્ટેલમાં પ્રવેશ આપવાની કાર્યવાહી ઓનલાઇન કરવાનો નિર્ણય કરીને માત્ર 5 દિવસમાં પ્રવેશ આપવાનો દાવો કર્યો છે.

યુનિ.ની 16 હોસ્ટેલમાં માટે શરૂ થનારી ઓનલાઇન એડમિશનની કાર્યવાહી અંગે ચીફ વોર્ડન વિજય પરમારે જણાવ્યું હતું કે, મેન્યુઅલી પ્રવેશ આપવાની કાર્યવાહી ઘણી લાંબી છે. જેના લીધે અનેક સમસ્યાઓ સર્જાય છે. જોકે હવે ઓનલાઇન પ્રવેશની કાર્યવાહી શરૂ થવાની હોઇ હવે પ્રવેશ ઝડપી બનશે.

એડમિશન મળતાં ઇ-મેલથી જાણ કરાશે

20મી પછી ઓનલાઇન પ્રવેશ માટે ફોર્મ ભરાશે

અન્ય સમાચારો પણ છે...