• Gujarati News
  • National
  • વડોદરા અને ગોધરા બસ ઊભી રાખતા ડ્રાઇવર કન્ડક્ટર સસ્પેન્ડ

વડોદરા અને ગોધરા બસ ઊભી રાખતા ડ્રાઇવર-કન્ડક્ટર સસ્પેન્ડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર. સુરત

ઓલપાડથીઝાલોદ જતી એસટી બસના ડ્રાઈવર અને કન્ડક્ટર છેલ્લા કેટલાક સમયથી વડોદરા બસ સ્ટેશન અને ગોધરા બસ સ્ટેશન બસ ઉભી રાખવાની ફરિયાદ પેસેન્જર્સ દ્વારા મળી હતી. જેથી વિભાગીય નિયામકે તેમને જીપીએસ સીસ્ટમ દ્વાર રંગે હાથ ઝડપી સસ્પેન્ડ કર્યા હતા. ઓલપાડથી ઝાલોદ જતી એસટી બસ નંબર 8413માં ડ્રાઈવર તરીકે એમ. પી. ગામીતી અને કન્ડક્ટર તરીકે આર. કે. પરમાર ફરજ બજાવતા હતા.

દરમિયાન એક પેસેન્જર્સ દ્વારા વિભાગીય નિયામક એમ. એન. રાજ્યગુરૂને ફરિયાદ મળી હતી કે, બસ નંબર 8413 વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન અને ગોધરા સેન્ટ્રલ બસ સ્ટેશન પર ઉભી નથી રહેતી નથી. જેને કારણે એમ. એન. રાજ્યગુરુએ મંગળવારે બસમાં લાગેલી જીપીએસ સીસ્ટમ દ્વારા બસના રૂટ પર નજર રાખી હતી. દરમિયાન તેઓએ ફરજમાં બેદરકારી દાખવતાં નજરે ચઢ્યા હતા. જેને કારણે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા.

બસમાં લાગેલી જીપીએસથી બસના રૂટ પર નજર રાખી હતી

ફરજ પર બેદરકારી દાખવતાં વિભાગીય નિયામકે ઝડપી લીધા

અન્ય સમાચારો પણ છે...