ટ્રેનમાંથી પર્સની ચોરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. બેંગલોર-જોધપુરએક્સ. ટ્રેનમાં કર્ણાટકના મુસાફરના પર્સની વડોદરા રેલવે સ્ટેશન પહેલાં ટ્રેનમાંથી ચોરી થઇ હતી. કર્ણાટકના હવેલી જિલ્લા સ્થિત સુભાષ ચોકમાં રહેતા ભેમરાજ પરિહાર ગત 20 મેએ બેંગ્લોર -જોધપુર એક્સપ્રેસ ટ્રેનમાં પરિવાર સાથે મુસાફરી કરી રહ્યા હતા. સવારે 5:15 વાગે ટ્રેન વડોદરા સ્ટેશન પર આવતાં પહેલાં તેમની ઊંઘનો લાભ લઇ પરિવારની મહિલાના પર્સની ચોરી કરી ગઠિયો ફરાર થઇ ગયો હતો. પર્સમાં મૂકેલા સોનાના દાગીના સહિત ~1,01300ની મતાની ચોરી થઇ જતાં રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...