• Gujarati News
  • National
  • સાયન્સ ફેકલ્ટીમાં 400 છાત્રોને પ્રવેશ

સાયન્સ ફેકલ્ટીમાં 400 છાત્રોને પ્રવેશ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમ.એસ.યુનિવર્સિટીનીસાયન્સ ફેકલ્ટીમાં એફ.વાય.બી એસસીના ઓનલાઇન પ્રવેશની શરૂ થયેલી કાર્યવાહીમાં આજે 400 વિદ્યાર્થીઓએ મેરિટના ધોરણે પ્રવેશ લીધો હતો. પ્રથમ દિવસે રેગ્યુલરની 1040 બેઠકો પૈકી 350 બેઠકો ભરાઇ ગઇ હતી. જ્યારે સેલ્ફ ફાઇનાન્સની 960 બેઠકો પૈકી 50 બેઠકો પર વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો.

સાયન્સ ફેકલ્ટીમાં એફ.વાય.બી એસસીની આજથી શરૂ થયેલી ઓનલાઇન પ્રવેશની કાર્યવાહીમાં 68 ટકા અને તેથી વધુ ટકા ધરાવતાં વિદ્યાર્થીઓને ઓન ધી સ્પોટ એડમિશન માટે બોલાવ્યા હતા. જેમાં રેગ્યુલરની 1040 બેઠકો અને સેલ્ફ ફાઇનાન્સની 960 બેઠકો મળીને કુલ 2040 બેઠકો માટે શરૂ થયેલી પ્રવેશની કાર્યવાહીમાં 400 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...