વડોદરા |દિવ્ય જીવન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |સ્ટેશન વિસ્તારમાં સમગ્ર દિવસ દરમિયાન હેવી ટ્રાફિક રહેતો હોવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ટ્રાફિકની ગંભીર સમસ્યા હોવા છતાં વિસ્તારમાં રિકશા ચાલકો પેસેન્જરને બેસાડવા માટે રોડની વચ્ચે રિકશા ઊભી કરી દેતા હોવાના કારણે ટ્રાફિકની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. અંગે કાર્યવાહીની સૂચના આપવામાં આવતાં આજે ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા સ્ટેશન વિસ્તારમાં રિકશા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે.


વડોદરા |દિવ્ય જીવન સંઘ દ્વારા નિ:શુલ્ક હોમિયોપેથી સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તા.16મી જૂનને ગુરુવારના રોજ કેમ્પ યોજાશે. કેમ્પમાં હોમિયોપેથી દવા મફત આપવામાં આવશે. કેમ્પમાં દરેક દર્દના રોગોની દવા આપવામાં આવશે. દિવ્ય જીવન સંઘ, શિવાનંદ ભવન, રામજી મંદિરની પોળ, સરકારી પ્રેસની સામેની ગલીમાં, કોઠી રોડ ખાતે સાંજે 5.30 થી 7.00 કલાક દરમિયાન કેમ્પનું આયોજન કરવામાં આવશે. તદઉપરાંત સાંજે 5.00 થી 6.00 કલાક દરમિયાન મંત્રજાપ, સાંજે 6.00 થી 7.00 કલાકે ભજન સત્સંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હોવાનું સંઘની એક યાદીમાં જણાવ્યું છે.

આરોગ્ય| હોમિયોપેથી નિ:શુલ્ક સારવાર કેમ્પ

રોજગાર| નર્મદા ભવનમાં આજે ભરતી મેળો યોજાશે

ટ્રાફિક |સ્ટેશન વિસ્તારમાં રિકશા ચેકિંગ કરાશે

અન્ય સમાચારો પણ છે...