તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ~6.97 લાખના દાગીના વગે કરનારા પરિવારની શોધખોળ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

~6.97 લાખના દાગીના વગે કરનારા પરિવારની શોધખોળ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મકરપુરામાંભાણી અને બનેવીએ ગુરુજી આવતા હોવાનું જણાવીને સાળા અને તેના પાડોશીના દાગીના અને રોકડ રકમને ડબ્બામાં મુકાવ્યા બાદ ~6.97 લાખના દાગીના સગેવગે કરી છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદ બાદ મકરપુરા પોલીસે બનેવીની ધરપકડ કરી હતી, પરંતુ તેની પત્ની અને પુત્રી વિશે પોલીસને હજુ પણ નક્કર માહિતી મળી શકી હતી.

નીતિન ચોગલેએ તેના બનેવી કિરણ વિરગાંવકર તથા કિરણની પુત્રી સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયા મુજબ કિરણે તેની પુત્રીના શરીરમાં ગુરુજી આવતા હોવાથી તથા ભગવાનની કૃપા હોવાનું કહી તમારા ઘરમાં જેટલા પણ સોનાચાંદીના દાગીના છે તે અમે કહીએ ત્યાં મૂકી દો, તેમ જણાવી માળીયામાં મુકાવ્યા હતા. ઉપરાંત ~1,65,000 પણ લાલ કપડામાં વીંટાળી માળિયા પર મૂકવા જણાવ્યું હતું. દાગીના અને રોકડ 21 દિવસ પછી ત્યાંથી બહાર કાઢવા જણાવાયું હતું. કિરણ અને તેની પુત્રીએ ત્યાર બાદ નીતિનના પાડોશી રમેશને પણ દાગીના ડબ્બામાં મુકાવ્યા હતા. બાદ કિરણે તેના સાળા નીતિનને ઘેર જવા દેતાં તેને શંકા ગઇ હતી અને જબરદસ્તીથી ઘરની ચાવી ઝૂંટવી ઘરે આવીને તપાસ કરતાં તેના દાગીના મળતાં પિતાપુત્રી સામે ફરિયાદ નોંધાવવી હતી. જેમાં પોલીસે કિરણની ધરપકડ કરી હતી. જ્યારે કિરણની પત્ની અને પુત્રી કયાં છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

પુત્રીને ગુરુજી આવતા હોવાનું કહી મુદ્દામાલ સગેવગે કર્યો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો