તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પોલીસનો રૂઆબ છાંટી વૃદ્ધાના ~1.30 લાખના દાગીના પડાવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસનો રૂઆબ છાંટી વૃદ્ધાના ~1.30 લાખના દાગીના પડાવ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અ’વાદની બસ વિશે પૂછી મહિલાની બંગડી ઉતરાવી

શહેરનામાંજલપુર વિસ્તારમાં મંગળવારે સવારે મોર્નિંગ વોક કરીને ઘેર પરત ફરી રહેલી 70 વર્ષીય વૃદ્ધાને પોલીસના સ્વાંગમાં મળેલા બે શખ્સોએ આગળ ગરબડ હોવાનું જણાવી વૃદ્ધાએ પહેરેલા ~1,30,000ના દાગીના ઉતરાવીને પાકિટમાં મુકાવ્યા બાદ વૃદ્ધાની નજર ચુકવી પાકિટમાંથી દાગીના લઇ ફરાર થયા હતા. માંજલપુર પોલીસે વૃદ્ધાની ફરિયાદના આધારે તપાસ કરી હતી.

શહેરમાં ફરીથી એક વાર નકલી પોલીસ ગેંગ સક્રિય થઇ છે. શહેરના માંજલપુર વિસ્તારમાં ભવન્સ સ્કુલની સામે આવેલ પ્રતાપ ટાવરમાં 70 વર્ષીય મંજુબેન ભુપેન્દ્રનાથ ચતુર્વેદી એકલાયુ જીવન ગાળી રહ્યા છે. તેમના પતિનું 8 વર્ષ પહેલા અવસાન થયુ હતુ અને તેમની 3 પુત્રી પરણાવેલી છે. મંજુબેન પોતાના નિત્યક્રમ મુજબ મંગળવારે સવારે સાડા વાગ્યાના અરસામાં ચાલતા ચાલતા નજીકમાં સ્પંદન સર્કલ પાસે આવેલ બગીચામાં મોર્નીંગ વોક કરવા ગયા હતા અને અડધો કલાક બાદ તેઓ ઘેર પરત ફરી રહ્યા હતા, ત્યારે સવા સાત વાગ્યાના અરસામાં રણછોડરાય મસાલા મિલ પાસે એક યુવાને તેમના ઉભા રાખ્યા હતા અને જણાવ્યુ હતું કે આગળ બહુ ગરબડ છે અને હું પોલીસવાળો છું. તે સમયે બીજો એક યુવાન વૃદ્ધા પાસે આવ્યો હતો અને જણાવ્યુ હતુ કે સોનાની બંગડીઓ પહેરીને જશો નહી, આગળ ગરબડ છે. બંગડીઓ ઉતારીને તમારા પાકિટમાં મુકી દો તેમ બંને શખ્સોએ વૃદ્ધાને જણાવ્યુ હતું. બંનેએ વૃદ્ધાએ હાથમાં પહેરેલ સોનાની તોલાની 4 નંગ બંગડી (કિ.1,20,000) તથા આંગળીમાં પહેરેલ સોનાની વીંટી (કિં.10,000) ઉતરાવી પાકિટમાં મુકાવી હતી.થોડા સમય બાગ બંને પૈકી એક શખ્સે વૃદ્ધાની નજર ચુકવીને પાકિટમાંથી બંગડીઓ અને વીંટી કાઢી લીધી હતી અને જતા રહ્યા હતા.વૃદ્ધાએ ઘેર જઇને પાકિટમાં તપાસ કરતાં બંગડીઓ અને વીંટી ગાયબ જણાયા હતા.

વૃદ્ધાએ માંજલપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી હતી.

સીતાબેન ચૌહાણ

મંજુબેન ચતુર્વેદી

ગઠિયા ભટકાયા પછી મહિલા અવાક બની

આગળ ગરબડ હોવાનું જણાવી દાગીના પાકીટમાં મુકાવી દીધા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો