તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુરુ પૂર્ણિમા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શ્રીઅલકાપુરી જૈન સંઘમાં ચાર્તુમાસ આરાધના કરી રહેલા પ્રખર વક્તા જૈનાચાર્ય પૂ.રત્નસુંદર સૂરિશ્વરજી મહારાજે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે શ્રદ્ધાળુઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે,ગુરુની જરૂર જીવનને સફળ બનાવવા માટે નહીં પરંતુ જીવનને સરળ બનાવવા માટે છે. જેમ ફેમિલી ડૉકટર, ફેમિલી લૉયર અને ફેમિલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય છે તેમ ફેમિલી ગુરુ પણ હોવા જોઇએ. જેની સામે જિંદગીના પાના ખોલી શકો અને જીવનને અને પરિવારને બચાવી શકો.

ગુરુપૂર્ણિમા પર્વે પ્રવચનમાં જૈનાચાર્યે કહ્યું હતું કે, ઘાસના તણખલાને સાગર સુધી પહોંચવું છે. પોતાની કોઇ તાકાત નથી. પરંતુ તે નદીને સમર્પિત થશે તો સાગરમાં પહોંચશે. ઘાસનું તણખલું આપણે સૌ છે, નદી ગુરુ છે અને પરમાત્મા સાગર છે. નદીના સહારે તણખલું સાગરને મળશે. જીવનમાં ગુરુની જરૂર સંપત્તિ વધારવા માટે નથી પરંતુ લોભ ઘટાડવા માટે છે. પ્રતિષ્ઠા માટે નહીં પણ પવિત્ર બનવા માટે છે. ગુરુ જીવનમાં શક્તિ, દ્રષ્ટિ, શુદ્ધિ અને સિદ્ધિ આપે છે તેમ ટાંકી પૂ.મહારાજ સાહેબે સમજાવ્યું હતું કે, વ્યક્તિ તરીકે પ્રત્યક્ષ એવા ગુરુને જીવનમાં પ્રતિષ્ઠિત કરો પછી જીવનમાં આવતી મુશ્કેલીઓમાં ગુરુ આધારરૂપ બને છે. આધારથી ગમે તેવી મુશ્કેલીઓ સહન કરવાની શક્તિ આવે છે. ગુરુને જીવનમાં પ્રતિષ્ઠિત કર્યા પછી જીવન શક્તિપૂર્ણ બને છે. શક્તિની સાથે ગુરુ જીવન જીવવાની દ્રષ્ટિ આપે છે પોતાને મળેલી શક્તિનો સદઉપયોગ કરવાની દ્રષ્ટિ ગુરુ આપે છે.

મહારાજશ્રીએ પૂછ્યું હતું કે,શરીર, કપડાં, ગાડી અને બંગલો સ્વચ્છ રાખીએ છીએ પરંતુ ગંદકીથી ભરેલા મનનું શું મનની ગંદકી ત્યારે દૂર થશે જ્યારે ગુરુ જીવનમાં પ્રતિષ્ઠિત થશે. ઘરમાં શુદ્ધિનું વાતાવરણ છે તે તમને ક્યારે ખબર પડે જ્યારે કોઇ શિષ્ટપુરુષ તમને તેનું પ્રમાણપત્ર આપે. એટલે સમજવું રહ્યું કે, ગુરુ આપણા જીવનમાં શુદ્ધિ લાવે છે. સિદ્ધિ વિશે બોલતાં જૈનાચાર્યે કહ્યું હતું કે, જીવનમાં ગુરુ આવ્યા બાદ દુનિયાના કોઇ પ્રલોભનો આપણને હલાવી ના શકે ત્યારે માનવું કે સિદ્ધિ છે. સાધુ પોતાનો વેશ કરોડો રૂપિયા આપવા છતાં પણ બદલતો નથી. વ્યક્તિના રૂપમાં ગુરુ મળ્યા પછી જીવન સમર્પિત કરી હૃદયમાં પ્રતિષ્ઠિત કરશો તો શક્તિ, દ્રષ્ટિ, શુદ્ધિ અને સિદ્ધિ પ્રાપ્ત થશે.

લોકોની િનંદા કરવાને બદલે ગુણો યાદ કરો

પૂ.મહારાજસાહેબે સમજાવ્યું હતું કે, લોકોની નિંદા કરવાને બદલે તેમના ગુણોને યાદ કરી તેને અનુસરવું જોઇએ. જેનાથી તે વ્યક્તિ પ્રત્યેને આદરભાવ વ્યક્ત થાય છે. મહારાજ સાહેબે ઉલ્લેખ કર્યો હતો કે , અાપણને જે કંઇ મળે છે તેમાં 99 ટકા પુણ્ય ભાગ ભજવે છે. જ્યારે 1 ટકાનો ભાગ પુરુષાર્થનો હોય છે. દૂધમાં સાકર નાંખવી તેમાં સાકર પુણ્ય છે જ્યારે ભળવાની ક્રિયા પુરુષાર્થ છે.

જીવન સરળ બનાવવા ગુરુ જરૂરી છે : પૂ.રત્નસુંદરજી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો