તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • એન્યૂરિન ડોનાલ્ડે શાસ્ત્રીની ફાસ્ટેસ્ટ બેવડી સદીનો રેકોર્ડ સરભર કર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એન્યૂરિન ડોનાલ્ડે શાસ્ત્રીની ફાસ્ટેસ્ટ બેવડી સદીનો રેકોર્ડ સરભર કર્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
19વર્ષીય ગ્લેમોર્ગન કાઉન્ટીના એન્યૂરિન ડોનાલ્ડે ઇંગ્લેન્ડની કાઉન્ટી ક્રિકેટ ચેમ્પિયનશિપની બીજી ડિવિઝનમાં ડર્બીશાયર કાઉન્ટી સામે આક્રમક રમત રમીને ફાસ્ટેસ્ટ બેવડી સદી ફટકારવાના ભૂતપૂર્વ ભારતીય સુકાની રવિ શાસ્ત્રીના રેકોર્ડને સરભર કરી લીધો હતો. શાસ્ત્રીએ 1985માં મુંબઇ તરફથી રમીને બરોડા સામે 123 બોલમાં બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો. ડોનાલ્ડે 123 બોલમાં 15 સિક્સરની મદદથી 200 રન બનાવીને શાસ્ત્રીના રેકોર્ડની બરોબરી કરી હતી. નોંધનીય છે કે ડોનાલ્ડે અગાઉ એક પણ સદી નોંધાવી નથી અને તેણે 136 બોલમાં કુલ 234 રન બનાવ્યા હતા. નોંધનીય છે કે શાસ્ત્રી પણ ગ્લેમોર્ગન માટે કાઉન્ટી ક્રિકેટ રમી ચૂક્યો હતો.

ઇનિંગ્સનેસ્થિરતા આપી : ડોનાલ્ડજ્યારે બેટિંગમાં આવ્યો ત્યારે તેની ટીમનો સ્કોર ત્રણ વિકેટે 96 રનનો હતો પરંતુ જ્યારે તે આઉટ થયો ત્યારે ટીમ સાત વિકેટે 437 રનના સ્કોર સુધી પહોંચી ગઇ હતી. તેની આકર્ષક તથા મનોરંજક ઇનિંગ્સથી ડર્બીશાયરના બોલર્સ પણ સ્તબ્ધ થઇ ગયા હતા.

ડોનાલ્ડે પોતાની ઇનિંગ્સ દરમિયાન કુલ 15 સિક્સર તથા 26 બાઉન્ડ્રી ફટકારી હતી.

પાર્કિંગમાંકારને નુકસાન : ડોનાલ્ડેમાત્ર ડર્બીશાયરના બોલર્સના આત્મવિશ્વાસને ફટકો પહોંચાડ્યો નહોતો. તેણે ફટકારેલી 15મી તથા અંતિમ સિક્સર પાર્કિંગમાં જઇને પડી હતી અને ત્યાં પાર્ક કરેલી એક કારને નુકસાન પહોંચ્યું હતું. તેણે 101થી 200 રન સુધી પહોંચવા માટે માત્ર 43 બોલનો સમય લીધો હતો.

100, 150 તથા 200 રન સિક્સરથી પૂરા કર્યા

ઇનિંગ્સનીશરૂઆતમાં બે જીવતદાન મેળવનાર ડોનાલ્ડે આક્રમક બેટિંગ કરીને 100, 150 તથા 200 રનનો માઇલસ્ટોન સિક્સર દ્વારા પાર કર્યો હતો. તેણે લેગ સ્પિનર મેટ્ટ ક્રિચલેની એક ઓવરમાં 24 રન પણ ફટકારી દીધા હતા. તેણે બ્રેગ સાતે 115 તથા ક્રેગ મિશ્ચેડ સાથે 15 ઓવરમાં 130 રનની ભાગીદારી નોંધાવી હતી.

કાઉન્ટી ક્રિકેટ | ડોનાલ્ડે 123 બોલમાં તોફાની 200 રન ફટકાર્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો