તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પશુદાણ કૌભાંડની તપાસ શરૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાજિલ્લા દુધ ઉત્પાદક સહકારી મંડળી (બરોડા ડેરી)ના પશુદાણને બારોબાર સગેવગે કરવાના કૌભાંડમાં ટેમ્પામાંથી ગુમ થયેલી 75 બેગને શોધવા પોલીસે તપાસનો દોર ગોપાલપુરા સુધી લંબાવ્યો છે પરંતુ હજી સુધી કાંઇ હાથ લાગ્યું નથી. બીજી તરફ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

વડોદરા ડેરીમાં ફરજ બજાવતા અલ્પેશ પટેલએ રાજપીપલા પોલીસ સ્ટેશનમાં કાઠોલી દુધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ નરેન્દ્રસિંહ સુતરીયા અને સંધરા દુધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ રાજેશ બારીયા, સંધરા દુધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી અશ્વીન બારીયા તથા ટેમ્પોના ડ્રાયવર વિરૂધ્ધ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બરોડા ડેરી તરફથી આપવામાં આવેલાં પશુદાણની 150 બેગ ભરીને તેને નર્મદા જિલ્લામાં બારોબાર વેચી મારવા માટે લવાઇ રહી હતી. કૌભાંડની બાતમી મળતાં બરોડા ડેરીની ટીમે શંકાસ્પદ ટેમ્પોનો પીછો કરતાં ડ્રાયવર ગોપાલપુરા ગામ નજીક ટેમ્પો મુકી ફરાર થઇ ગયો હતો. ટેમ્પોની તપાસ કરતાં તેમાંથી પશુદાણની 75 બેગ મળી આવી હતી. ટેમ્પામાંથી ગાયબ થયેલી પશુદાણની 75 બેગ ગોપાલપુરા ગામમાં હોવાની બરોડા ડેરીના કર્મચારીઓની કેફીયત બાદ પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે.

બરોડા ડેરીનો જથ્થો બારોબાર સગેવગે કરનારા 4 ફરાર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો