તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દત્તક ગામોનો ડેવલપમેન્ટ પ્લાન બનાવવા માટે સૂચના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દત્તક ગામોનો ડેવલપમેન્ટ પ્લાન બનાવવા માટે સૂચના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરાજિલ્લા સંકલન સમિતિની બેઠકમાં કલેકટર લોચન સેહરાએ જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકળાયેલા તમામ ખાતાઓને સાંસદ-ધારાસભ્યો દ્વારા દત્તક લેવામાં આવ્યા હોય તેવા તમામ ગામોનો વિલેજ ડેવલપમેન્ટ પ્લાન બનાવવા સૂચના આપી હતી. ઉપરાંત પરસ્પર સંકલનથી આયોજનનું સમયબદ્ધ અમલીકરણ કરવા પણ ખાસ જણાવ્યું હતું.

જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં સાંસદ રંજનબહેન ભટ્ટે સાવલી-ડેસર વિસ્તારના તેમના જુના શિહોરા સહિતના દત્તક ગામોના વિકાસ માટે કરવામાં આવેલી કાર્યવાહીની વિગતો આપી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જીએસએફસીની મદદથી 400 શૌચાલયો બનાવાયા છે. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ગામોમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ 600 ઘર શૌચાલયો બનાવવાના હોઇ કામગીરી ઝડપથી પૂરી કરવા સહિત જિલ્લાના પ્રત્યેક તાલુકામાં ઓછામાં ઓછું એક સંપૂર્ણ શૌચાલય ગામ બનાવવા સાંસદે અનુરોધ કર્યો હતો.

ધારાસભ્ય કેતન ઇનામદારે સાવલીના ઔદ્યોગિક એકમોમાં નોન ટેકનિકલ લેબરની જગ્યાઓ પર 80થી 85% સ્થાનિકોને રોજગારી અપાવવાના કાયદાનું અસરકારક અમલીકરણ કરાવવાની રજૂઆત કરી હતી. કલેકટરે શ્રમ વિભાગ અને જીઆઇડીસી ઓથોરિટી સંકલિત રીતે કાયદાના અમલનું મોનીટરિંગ કરાવે તેવી સૂચના આપી હતી. ધારાસભ્ય મધુભાઇ શ્રીવાસ્તવ તેમજ જિતેન્દ્ર સુખડિયાએ વિવિધ લોકપ્રશ્નો રજૂ કર્યા હતા. જ્યારે જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામ પટેલે દૂધવાડામાં ઔદ્યોગિક વાયુ પ્રદૂષણની સમસ્યા રજૂ કરી હતી.

જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો