તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • અ’વાદની બસ વિશે પૂછી મહિલાની બંગડી ઉતરાવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અ’વાદની બસ વિશે પૂછી મહિલાની બંગડી ઉતરાવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસનો રૂઆબ છાંટી વૃદ્ધાના ~1.30 લાખના દાગીના પડાવ્યા

શહેરનામાંજલપુર વિસ્તારમાં મંગળવારે સવારે મોર્નિંગ વોક કરીને ઘેર પરત ફરી રહેલી 70 વર્ષીય વૃદ્ધાને પોલીસના સ્વાંગમાં મળેલા બે શખ્સોએ આગળ ગરબડ હોવાનું જણાવી વૃદ્ધાએ પહેરેલા ~1,30,000ના દાગીના ઉતરાવીને પાકિટમાં મુકાવ્યા બાદ વૃદ્ધાની નજર ચુકવી પાકિટમાંથી દાગીના લઇ ફરાર થયા હતા. માંજલપુર પોલીસે વૃદ્ધાની ફરિયાદના આધારે તપાસ કરી હતી.

શહેરમાં ફરી એક વાર નકલી પોલીસ ગેંગ સક્રિય થઇ છે. માંજલપુરમાં ભવન્સ સ્કુલની સામે આવેલ પ્રતાપ ટાવરમાં 70 વર્ષીય મંજુબેન ભુપેન્દ્રનાથ ચતુર્વેદી એકલા રહે છે. તેમના પતિનું 8 વર્ષ પહેલા અવસાન થયુ હતુ અને તેમની 3 પુત્રી પરણાવેલી છે. મંજુબેન પોતાના નિત્યક્રમ મુજબ મંગળવારે સવારે સાડા વાગ્યાના અરસામાં ચાલતા ચાલતા નજીકમાં સ્પંદન સર્કલ પાસે આવેલ બગીચામાં મોર્નીંગ વોક કરવા ગયા હતા અને અડધો કલાક બાદ તેઓ ઘેર પરત ફરી રહ્યા હતા, ત્યારે રણછોડરાય મસાલા મિલ પાસે એક યુવાને તેમને ઉભા રાખ્યા હતા અને જણાવ્યુ હતું કે આગળ બહુ ગરબડ છે અને હું પોલીસવાળો છું. તે સમયે બીજો એક યુવાન વૃદ્ધા પાસે આવ્યો હતો અને જણાવ્યું હતંુ કે સોનાની બંગડીઓ પહેરીને જશો નહી, આગળ ગરબડ છે. બંગડીઓ ઉતારીને તમારા પાકીટમાં મુકી દો. બંનેએ વૃદ્ધાએ હાથમાં પહેરેલ સોનાની તોલાની 4 બંગડી (કિ.1,20,000) તથા સોનાની વીંટી (કિં.10,000) ઉતરાવી પાકિટમાં મુકાવી હતી.બાદ એક શખ્સે વૃદ્ધાની નજર ચુકવીને પાકીટમાંથી બંગડીઓ, વીંટી કાઢી લીધી હતી અને જતા રહ્યા હતા. વૃદ્ધાએ ઘેર જઇને પાકીટમાં જોતાં બંગડીઓ અને વીંટી ગાયબ જણાયા હતા. વૃદ્ધાએ માંજલપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

મંજુબેન ચતુર્વેદી

આગળ ગરબડ હોવાનું જણાવી દાગીના પાકીટમાં મુકાવી દીધા

સીતાબેન ચૌહાણ

ગઠિયા ભટકાયા પછી મહિલા અવાક બની

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો