તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રમજીવીને ચોર સમજી ધોલાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફતેપુરાચાર રસ્તા પાસે મંગળવારે વહેલી સવારે શ્રમજીવી યુવકનીને જોઇ કૂતરા ભસતાં તે ગભરાઇને પિતાંબર પોળમાં દોડ્યો હતો. સ્થાનિકે તેને ચોર સમજી મારમારી હાડકા ભાગી નાખ્યા હતાં. ઇજાગ્રસ્તે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસેે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ભરૂચના ઝઘડિયા સ્થિત ઉમલ્લા ગામનો શ્રમજીવી યુવક પિન્ટુ શાંતિલાલ લુહાર મંગળવારે વહેલી સવારે ફતેપુરા ચાર રસ્તા પાસેથી પસાર થઇ રહ્યો હતો. 4 વાગ્યાના સુમારે તેને જોઇને અચાનક કૂતરા ભસવા લાગતાં તે દોડીને પીતાંબર પોળમાં ભાગ્યો હતો. પરોઢીયે પોળમાં ભાગીને આવેલા પિન્ટુને જોઇ નારાયણ મારવાડી તેને ચોર સમજી બેઠા હતાં અને અહિયા કેમ આવ્યો તેમ કહી લોખંડની પાઇપ વડે માર મારતાં પિન્ટુના પગે ફ્રેકચર થઇ ગયું હતું. ઇજાગ્રસ્તને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘટના અંગે ઇજાગ્રસ્તે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે નારાયણ મારવાડી સામે ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો