તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 18 ચોરીમાં સંડોવાયેલી આંતર રાજ્ય ગેંગનો સાગરીત ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

18 ચોરીમાં સંડોવાયેલી આંતર રાજ્ય ગેંગનો સાગરીત ઝડપાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાએટીએમ સેન્ટરોમાં ચોરી તેમજ બેંક અને દુકાનોને ટાર્ગેટ કરતી આંતર રાજ્ય ગેંગના સાગરીતને ક્રાઇમ બ્રાન્ચની ટીમે સોમવારે રાત્રે મકરપુરા એરોફોર્સ સ્ટેશન પાસેથી ઝડપી પાડ્યો હતો.

ક્રાઇમ બ્રાન્ચની ટીને બાતમી મોડી રાત્રે એરફોર્સ સ્ટેશન નજીકના બાદશાહનગર પાસેથી બાઇક પર પસાર થતાં આજવા રોડ પૂનમ નગરમાં રહેતો રીઢા ચોર રામપ્રકાશ રામમૂરત બિંદનો બનેવી રમેશ પ્રતાપ પરમાર ઝડપી પાડ્યો હતો.

તેણે ગેંગ સાથે અમદાવાદ, સુરત, આણંદ, નડિયાદ, ખેડબ્રહ્મા, ઇડર અને નવસારી ઉપરાંત બંધ દુકાનો, ઓફિસોમાંથી પણ કિમતી સામાન અને રોકડ રકમની તસ્કરી કરી કુલ 18 ચોરીને અંજામ આપ્યો હોવાની વિગતો પણ સપાટી પર આવી હતી.

લોકઅપમાંથી ભાગેલા શખ્સો રમેશના સાગરિત

અમદાવાદ LCBએ પકડેલા ATM તોડી ચોરી કરનાર વડોદરાના રામપ્રકાશ અને ચેતન શિવા પરમારને ટ્રાન્સફર વોરંટથી બોરડોલી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. ટોળકીએ બારડોલીના ATMમાંથી 17 લાખ રૂપિયાની ચોરી કરી બંને પોલીસ લોકઅપની હાથકડી તોડી ભાગી ગયા હતાં જ્યારે બંનેના રમેશને પકડી પાડ્યો હતો.

રમેશને 8 વર્ષ પહેલાં પણ પોલીસે પકડ્યો હતો

36લાખ અને ઘરફોડ કરવાના સાધનો રાખેલી ચોરીની કારમાં રમેશ પરમારની સંડોવણી બહાર આવી હતી. રમેશ અગાઉ 2007-08માં તેના સાળા રામપ્રકાશ બિંદ સાથે મકરપુરા પોલીસ સ્ટેશનમાં પણ ઘરફોડ ચોરીમાં પકડાયો હતો તેમજ છેલ્લા 6 મહિનામાં અમદાવાદના અસલાલી પોલીસ સ્ટેશનમાં 5 લાખ રૂપિયાની ગુટખા ચોરીમાં પણ પડકાયો હતો.

એટીએમ, બેંક અને દુકાનોને ટાર્ગેટ ગેંગ કરતી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો