તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પહેલાં ગુડ ન્યુઝ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |કેન્દ્ર સરકારે સક્ષમ અને કુશળ હાથોને કામ અને સ્વરોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાની સુવિધા આપતી પ્રધાનમંત્રી મુદ્રા યોજના જાહેર કરી છે. વડોદરા જિલ્લામાં આગામી ઓગસ્ટ મહિનામાં મુદ્રા યોજનાના લાભાર્થીઓને લાભોના વિતરણ માટે દરેક તાલુકામાં એક અને શહેરમાં એક મેગા કેમ્પ યોજવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જિલ્લા લીડ બેંક મેનેજર પી.આર.શર્માએ જણાવ્યું હતું કે, યોજનાને શિશુ, તરુણ અને કિશોર શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવી છે. તેમાં ઠરાવેલા માપદંડો હેઠળ લાયક અરજદારોને ધંધો, વ્યવસાય, રોજગાર ઇત્યાદિ શરૂ કરવા માટે અનુક્રમે રૂા.50 હજાર સુધી, રૂા.50,001 થી રૂા.5 લાખ સુધી અને રૂા.5.01 લાખથી રૂા.10 લાખ સુધીની મૂડી પૂરી પાડવામાં અાવે છે. તમામ તાલુકામાં યોજાનાર કેમ્પમાં યોજનાની અમલકર્તા વિવિધ બેંકોએ જેમની અરજીઓ મંજૂર કરી છે તેવા અરજદારોને યોજનાકીય લાભોના ચેક્સનું તેમજ મંજૂરી પત્રોનું વિતરણ કરાશે.

શહેરમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો મેગા કેમ્પ યોજાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો