તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સંસાર સાગરમાંથી પાર ઉતારનાર અને અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનનો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંસાર સાગરમાંથી પાર ઉતારનાર અને અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનનો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સંસાર સાગરમાંથી પાર ઉતારનાર અને અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર ગુરુની કૃપા મેળવવાના પાવન અવસર ગુરુપૂર્ણિમા પર્વની મંગળવારે વડોદરા શહેર-જિલ્લામાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. મંદિરો, આશ્રમો તેમજ તીર્થધામો ખાતે ગુરુના પૂજન-અર્ચન તેમજ ગુરુના સત્સંગ પ્રવચનોના કાર્યક્રમોમાં ગુરુભક્તોનો મહાસાગર છલકાયો હતો. ભારતીય સંસ્કૃતિ ગુરુ પરંપરાની સંસ્કૃતિ છે. ભારતના અવતારી પુરુષોએ પણ ગુરુ પરંપરા સ્વીકારી હોઇ ગુરુપૂર્ણિમા પર્વ ગુરુના અપાર મહાત્મ્ય સાથે ઉજવાય છે. જે અંતર્ગત મંગળવારે વડોદરા શહેરમાં વિવિધ સ્થળોએ ગુરુપૂજનના કાર્યક્રમો યોજાયા હતા. જ્યારે જિલ્લામાં પણ પ્રસિદ્ધ તીર્થધામો ખાતે ગુરુભક્તિના કાર્યક્રમોનું આયોજન થયું હતું. હરિધામ સોખડા ખાતે પૂ.હરિપ્રસાદ સ્વામીના સાંનિધ્યમાં ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરાઇ હતી. પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. અટલાદરા સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે પણ ગુરુપૂજન અને સત્સંગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

ગુરુકૃપા હી કેવલમ્ | સોખડા ખાતે પૂ.હરિપ્રસાદ સ્વામીના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો