તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • BCAની મેમ્બરશિપ માટે હવે પૂર્વ ક્રિકેટરો ગાંધીગીરી કરશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

BCAની મેમ્બરશિપ માટે હવે પૂર્વ ક્રિકેટરો ગાંધીગીરી કરશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોયલજૂથ અને રિવાઇવલ જૂથ વચ્ચે સેન્ડવીચ બની ગયેલા બરોડા ક્રિકેટ એસોસીયેશન સામે એક નવો પડકાર ઉભો થયો છે,કારણકે બીસીએના સભ્યપદથી વંચિત પ્રથમ કક્ષાના પૂર્વ ક્રિકેટરોએ મેમ્બરશીપ મેળવવા માટે ગાંધીગીરી કરવાનો નિર્ણય કર્યો છે.જેના ભાગ રુપે બીસીએના સતાધીશોને રોજ એક પોસ્ટકાર્ડ લખવામાં આવશે.

બીસીએમાં સભ્યપદ મેળવવાની માંગ બુલંદ બનાવવા મંગળવારે 25 જેટલા પ્રથમ કક્ષાના પૂર્વ ક્રિકેટરો મોતીબાગ ખાતે ભેગા થયા હતા. બેઠકમાં પૂર્વ ક્રિકેટરોએ મત વ્યકત કર્યો હતો કે બીસીએમાં ક્રિકેટરોના સમાવેશથી ક્રિકેટની રમતને ફાયદો થશે કારણકે હાલ બીસીએનો સિનારીયો બરાબર દેખાતો નથી.એસોસિએશન કેટલાક લોકોના હાથનું રમકડુ બની ગયું છે. જેનો મનસ્વીપણે વહીવટ થઇ રહ્યો છે. ગણ્યાગાંઠયા લોકો સત્તા ટકાવી રાખવા માટે વર્ષોથી મેમ્બરશીપ ઓપન કરતા નથી. 124 જેટલી પ્રથમ કક્ષાની મેચો રમનાર કોનરાડ વીલીયમ્સને પણ બીસીએ દ્વારા હટાવી દેવાયા છે. તેણે જણાવ્યું હતુ કે` વડોદરા વતી પ્રથમ કક્ષાનુે ક્રિકેટ રમનાર 100 જેટલા ક્રિકેટરો બીસીએના સભ્યો નથી.

^હાલ બરોડા િક્રકેટ અેસોસિએશનની જે સ્થિતિ છે તે જોતાં ચૂંટણી થવી જોઈએ,કારણકે બીસીએની હાલની બોડીની ટર્મ પૂરી થઈ ગઈ છે તે સંજોગોમાં ચેરીટી કમીશ્નરે ચુંટણી આપી વિવાદનો અંત લાવવો જોઈએ.નવા સભ્યોને મોકો મળશે તો બોર્ડનો વહીવટ સુધરી શકે છે. > ચંદ્રકાતમોહીતે, પૂર્વક્રિકેટર

નવા સભ્યોનો મોકો આપો

મનસ્વી વહીવટ કરતાં સત્તાધિશોને જગાડવા રોજ એક પોસ્ટકાર્ડ લખશે

‌BCAમાં મેમ્બરશિપ મુદ્દે મોતીબાગમાં પૂર્વ ક્રિકેટરોની બેઠક મળી હતી જેમાં રોજ પોસ્ટ કાર્ડ લખવા િનર્ણય કર્યો હતો.

- તો ક્રિકેટનું સ્તર સુધરશે

^ બરોડા િક્રકેટ અેસોસિએશનમાં પ્રથમ કે નેશનલ કક્ષાની મેચ રમનારને પણ સભ્ય બનાવવા જોઈએ,એસોસીયેશનમાં સભ્યો તરીકે ક્રિકેટરો વધશે તો ક્રિકેટનું સ્તર આપોઆપ ઉંચુ જશે. હવે મેમ્બરશીપ ખોલવી જોઇએ. > સત્યજીતપરબ, પૂર્વિક્રકેટર

ક્રિકેટર નથી તેવા લોકો સભ્ય છે

^બીસીએમાં હાલ સભ્યોની વાત કરીએ તો 80 ટકા નોન-ક્રિકેટરો અને માત્ર 20 ટકા ક્રિકેટરો છે. 2013ની ચૂંટણી વખતે બંને જૂથોએ કહ્યુ હતું કે તમામ ક્રિકેટરોના સભ્ય બનાવીશું ,આ ઉપરાંત મેન્ડેટ પણ પાસ કરાયું હતું પરંતુ મેમ્બરશીપ અપાઇ હતી.> અજિતભોઇટે, પૂર્વક્રિકેટર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો