તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પાણીના ઠેકાણાં નથી ને લાઇન માટે 8 કરોડ ખર્ચાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણીના ઠેકાણાં નથી ને લાઇન માટે 8 કરોડ ખર્ચાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરમાંભલે પાણી ઓછા પ્રેસરથી કે દુષિત આવતુ હોય પરંતુ સેવાસદન પાણીની લાઇન નાંખવાના તેમજ તેની નિભાવણીના વાર્ષિક ઇજારા પાછળ રૂા.8 કરોડનો ધૂમાડો કરશે અને તેના માટે સ્થાયી સમિતિ પાસે મંજુરી માંગવામાં આવી છે.

શહેરમાં ભરચોમાસે પણ દરેક વિસ્તારમાં પાણી માટે બૂમો પડી રહી છે. શહેરના ચારેય ઝોનમાં વર્ષ 2016-17 માટે પાણીની કાસ્ટ આર્યન-ડીઆઇ નળિકા નાંખવા માટે ઝોન દીઠ રૂા.2.50 કરોડનુ બજેટ ફાળવવામાં આવેલ છે. જેમાં વિવિધ બજેટ હેડ ઉપરાંત મનોરંજન કરની ગ્રાન્ટ,એમપી-એમએલએ ગ્રાન્ટ સહિતની ફાળવણીથીા કામો સમયસ પાણીની નવિન લાઇન નાંખવાનો ઇજારો કરવામાં આવે છે. જે પૈકી પશ્ચિમ ઝોન અને દક્ષિણ ઝોનમાં ઇજારો કરવા માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. જેથી, તેને મંજુરી આપતી દરખાસ્ત સ્થાયી સમિતિમા રજૂ કરવાાં આવી છે.

તેવી રીતે, શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીની નળિકા નિભાવણીની કામગીરી માટે ઝોન દીઠ રૂા.75 લાખ નક્કી કરવામાં આવેલા છે . જેમાં ઝોન દીઠ રૂા.50 લાખ 10 ઇંચ સુધીની નળિકાની નિભાવણી પાછળ અને રૂા.25 લાખ 12 ઇંચ કે તેથી વધુ સાઇઝની પાઇપલાઇનની જાળવણી પાછળ નક્કી કર્યા છે. જેથી, સમગ્ર શહેરમાં ઝોન દીઠ રૂા.75 લાખ મુજબ કુલ રૂા.3 કરોડના ખર્ચની મંજુરી માંગતી દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

ચોમાસામાં પાણીની આપદા પડે છે!

વડોદરા મહાનગર પાલિકાના શાસકો અને સત્તાધીશો શહેરીજનોને એક ટાઇમ પણ પૂરતું અને પૂરા પ્રેશરથી પાણી આપવામાં નિષ્ફળ ગયા છે.ત્યારે બીજી બાજુ શાસકો-સત્તાધીશો પાણીની સુવિધા માટેના નવાનવા તૂક્કા દોડાવે છે. ઉનાળામાં પાણીની સમસ્યા સમજી શકાય, પરંતુ ભર ચોમાસે જ્યારે શહેરીજનોને પાણીની વિપદા વેઠવી પડતી હોય તો તે તંત્ર માટે શરમજનક કહેવાય. ચોમાસાના દિવસોમાં પાણીની સમસ્યા વેઠતા વિસ્તારોના રહીશો-મહિલાઓ મહાનગર પાલિકાની કચેરી ખાતે પાણી આપોનો સૂત્રોચ્ચાર કરતાં મોરચા સ્વરૂપે આવી પહોંચે છે બતાવે છે કે, પાણીની સુવિધાના મુદ્દે તંત્ર લાપરવાહી દાખવી રહ્યું છે. માંજલપુર વિસ્તારમાં પાણીનો પૂરતો જથ્થો સંપમાં પડતો હોવાથી વિસ્તારમાં રોજરોજ અઘોષિત પાણીકાપ મૂકાય છે.

પૂરતું પ્રેશર આપવાના બહાને નાણાંનો ધૂમાડો

વાર્ષિક ઇજારાની સ્થાયી પાસે મંજૂરી માંગી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો