તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પ્રમુખના માનીતા સભ્યો BJP જોડે ગઠબંધન કરે તો પગલાં કેમ નહીં?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રમુખના માનીતા સભ્યો BJP જોડે ગઠબંધન કરે તો પગલાં કેમ નહીં?

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોંગ્રેસમાંથીવર્ષ માટે સસ્પેન્ડ થયેલા ચિન્નમ ગાંધીએ કોંગ્રેસ પ્રમુખના અંગત મનાતા સભ્યો ભાજપ જોડે ગઠબંધન કરે તો કોઇ કાર્યવાહી નહીં તેવો સવાલ ઉઠાવ્યો છે.

પ્રદેશ કોંગ્રેસે સોમવારે ચિન્નમ ગાંધીને વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરતો હુકમ કર્યો હતો. પ્રદેશ કોંગ્રેસનો નિર્ણય એકતરફ ગણાવતા ચિન્નમ ગાંધીએ જણાવ્યું હતું કે પક્ષ વિરોધી પ્રવૃતિની વ્યાખ્યા કઇ થાય છે તે કદાચ કોંગ્રેસ ભૂલી ગયું છે. મુખ્યમંત્રી આવાસ યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અાચરવામાં આવ્યો છે તેવો આક્ષેપ કરી તેમણે કોંગ્રેસના એક આગેવાન પર નિશાન તાકયુ છે.

વડોદરામાં કોંગ્રેસ પક્ષનું કોઇ અસ્તિત્વ નથી અને ભાજપની જોડે મળી ભ્રષ્ટાચાર આચરે છે. કોંગ્રેસ પ્રમુખના અંગત મનાતા અને તેમની મંડળીના સભ્યો વિધાનસભાની ચૂંટણીમાં અને લોકસભાની ચૂંટણીમાં ભાજપના જોડે આંતરિક ગંઠબંધન કરે અને કોંગ્રેસના વિધાનસભાના ઉમેદવારો અને મધુસુદન મિસ્તી જેવા વડીલને સાંસદની ચૂંટણીમાં કામ કરી હરાવે અને પક્ષ તરફથી નોટિસ પણ આપવામાં આવે ત્યારે તેમની સામે કાર્યવાહી થતી નથી કે તેને કોંગ્રેસ પક્ષ વિરોધી ગણતી નથી તે દુ:ખની વાત છે.

મિસ્ત્રીને હરાવનારાઓ સામે કોઈ પગલાં લેવાયાં નથી

વડોદરામાં કોંગ્રેસ પક્ષનું કોઇ અસ્તિત્વ નથી : ચિન્નમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો