તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • નબળી કામગીરી બદલ અઢાર ડિસ્ટ્રિક્ટ જજ ફરજિયાત નિવૃત્ત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નબળી કામગીરી બદલ અઢાર ડિસ્ટ્રિક્ટ જજ ફરજિયાત નિવૃત્ત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતહાઇકોર્ટના જસ્ટિસના વડપણ હેઠળની સમિતિએ નબળી કામગીરી બદલ રાજ્યના 18 ડિસ્ટ્રિક્ટ જજને ફરજિયાત નિવૃત્ત કર્યા છે. તમામ જજને મંગળવારે નિર્ણયની જાણ કરવામાં આવી હતી.

હાઇકોર્ટની સૂચનાને પગલે રાજ્ય સરકારે 18 ડિસ્ટ્રિક્ટ જજ કક્ષાના લીગલ ઓફિસરને ફરજિયાત નિવૃત્તિ પર ઉતાર્યા છે. તમામ જજના કાર્યકાળની સમીક્ષા કરી જે ડિસ્ટ્રિક્ટ જજની કામગીરી નબળી જણાય તેમને ફરજિયાત નિવૃત્તિ કરી દેવાની ભલામણ કરવામાં આવે છે. હાઇકોર્ટ જજના નેતૃત્વમાં બનેલી સમિતિના અહેવાલની ચીફ જસ્ટિસ પણ સમીક્ષા કરે છે. પછી હાઇકોર્ટનો ...અનુસંધાન પાના નં.17



વહીવટી વિભાગ રાજ્ય સરકારને ભલામણ કરે છે. રાજ્ય સરકાર ભલામણના આધારે નબળી કામગીરી ધરાવતા ડિસ્ટ્રિક્ટ જજને ફરજિયાત નિવૃત્તિ કરવાનો હુકમ કરે છે.

હાઇકોર્ટે રચેલી સમિતિની ભલામણને આધારે સરકારનો હુકમ

રીતે નિર્ણય | 50થી55 વર્ષના જિલ્લા જજની કામગીરીની હાઇકોર્ટની સમિતિ સમીક્ષા કરે છે. દરમિયાન જજે કેટલા કેસોનો નિકાલ કર્યો, કેસોની ગુણવત્તા અને કાયદાકીય ડેપ્થની ચકાસણી કરાય છે. જેની કામગીરી નબળી હોય તેમને નિવૃત્ત કરી દેવાની ચીફ જસ્ટિસને ભલામણ કરે છે. ચીફ જસ્ટિસ પણ સમિતિના નિર્ણયની ચકાસણી કરે છે. અંતે હાઇકોર્ટ રજિસ્ટ્રાર રાજ્ય સરકારને આવા જજને ફરજિયાત નિવૃત્તિ કરવાની ભલામણ કરે છે.

{ સતીશકુમારપારેખ ગાંધીધામ

{ યશોધરાપંડ્યા ગોધરા-ડેપ્યુટેશન

{ પ્રહલાદભાઇવાઘેલા ગોધરા

{ શૈલેષબેલાણી લીગલસેલ

{ રાજર્શીઅધ્વર્યું બનાસકાંઠા,દિયોદર

{ નાગરપરમાર રાજકોટ-જેતપુર

{ છત્રસેનપટેલ અમરેલી-રાજુલા

{ ભરતકુમારપીઠવા વડોદરા

{ દિલીપપટેલ અમદાવાદગ્રામ્ય

{ બાબુભાઇડાભી મહેસાણા

{ જયેશઆચાર્ય ખેડા-નડીયાદ

{ શ્રેણિકપટેલ ગોધરા

{ જયદેવધાંધલ કચ્છ- ભુજ

{ સેમ્યુઅલક્રિશ્ચન ભરૂચ-અંકલેશ્વર

{ નિરંજનવ્યાસ સુરત-બારડોલી

{ મનીષઆચાર્ય તાપી-વ્યારા

{ બિપીનચંદ્રજોષી રાજકોટ

{ કંદર્પધોળકિયા વડોદરા

18 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો