તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • EME સર્કલ પાસે કાર ચાલકે એક સાથે 4 વાહનોને અડફેટમાં લીધા

EME સર્કલ પાસે કાર ચાલકે એક સાથે 4 વાહનોને અડફેટમાં લીધા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાઇએમઇ સર્કલથી વુડા સર્કલ તરફ જવાના રસ્તે પર સિનીયર સિટીઝન કાર ચાલકે ચાર ટુ-વ્હીલરને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચથી 6 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્રીત થઇ જતા લોકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો.

સમા વિસ્તારમાં રહેતા મુકુંદધન મેનન(ઉ.વ.75) પોતાની કાર લઇને ઇએમઇ સર્કલ પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે તેઓએ અચાનક પોતાની કાર પરનો કાબુ ગુમાવતા બે બાઇક અને બે એક્ટિવાને ટક્કર મારતા પાંચથી લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે મુકુંદધન મેનને સાથે વાત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે, મારી પાછળથી આવતા સિમેન્ટ ક્રોકિટના ટ્રકે મારી કારને ટક્કર મારી હતી. જેથી મે કાર પરનો કાબુ ગુમાવ્યો હતો અને ત્રણથી ચાર વાહનોને મારી કાર અથડાઇ ગઇ હતી.

બે બાઇક અને બે એક્ટિવાને ટક્કર, 6 લોકો ઇજાગ્રસ્ત

મારા પિતાની ભૂલ હતી

^મુકુંદધન મેનનના પુત્રી એશ્વર્યાએ જણાવ્યુ હતુ કે, અકસ્માતમાં મારા પિતાની કોઇ ભૂલ હતી. પાછળથી આવતા સિમેન્ટ ક્રોકિટના ટ્રકે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. પરંતુ કેટલાક લોકો મારા પિતા પર ગુસ્સે ભરાઇ ગયા હતા. > એશ્વર્યા, મુકુંદધન મેનનના પુત્રી

એક્ટિવા ચાલક હિમાંશુ પંડ્યાએ જણાવ્યુ હતુ કે, કાર ચાલકે યુ ટર્ન લેવા જતા તેઓએ ચાર ટુ વ્હીલરને એડફેટે લીધા હતા. જેમાં મારી પત્ની સહિત 5 થી 6 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

કાર ચાલકે યુ ટર્ન લેતાં અકસ્માત

અન્ય સમાચારો પણ છે...