• Gujarati News
  • દેવું વધી જતાં 20 વર્ષ જૂના એજન્ટે ઓફિસમાંથી ~3.20 લાખ ચોર્યા

દેવું વધી જતાં 20 વર્ષ જૂના એજન્ટે ઓફિસમાંથી ~3.20 લાખ ચોર્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાઆરાધના સિનેમાની બાજુમાં આવેલી ન્યુ ઇન્ડીયા ઇન્સ્યોરન્સ કંપનીમાં થોડા દિવસ પહેલા લોકરમાંથી થયેલી ~3,20,500ની રોકડ રકમની ચોરીનો ભેદ કારેલીબાગ પોલીસે ઉકેલી કાઢયો હતો અને સંપુર્ણ મુદ્દામાલ સાથે કંપનીના 20 વર્ષ જુના એજન્ટની ધરપકડ કરી હતી. દેવુ વધી જતા આર્થીક સંકડામણમાં ઘેરાયેલા એજન્ટે ચોરીને અંજામ આપ્યો હોવાનું પોલીસે જણાવ્યુ હતુ.

ઓફિસમાં લોકરમાંથી ~3,20,500ની રોકડ રકમની ચોરી થઇ હોવાની ફરિયાદ કંપનીના મેનેજર બિન્દુ કમલેશ જાદવે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એસીપી એમ.એસ.સીંધા અને પી.આઇ જે.ડી.વાઘેલાની દોરવણી હેઠળ તપાસ કરી રહેલા ડી સ્ટાફના પીએસઆઇ એચ.એમ.વ્યાસે તપાસ કરતા ડુપ્લીકેટ ચાવી વડે રોકડ રકમની ચોરી થઇ હોવાનું કહ્યું હતુ. પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા માટે શંકાસ્પદ શખ્સોની પુછપરછ શરુ કરી હતી. ન્યુ ઇન્ડીયા ઇન્શ્યોરન્સ કંપનીની ઓફિસમાં એજન્ટ તરીકે કામ કરતા પ્રદિપ તુલસીદાસ પટેલે ચોરીના ગુનાની કબુલાત કરી હતી. પ્રદિપે પોલીસને જણાવ્યુ હતુ કે તે ઓફિસમાં તે દિવસે છુપાઇ રહ્યો હતો અને સાંજે જયારે ઓફિસનો સ્ટાફ ઓફિસ બંધ કરી ત્યારે મોડી રાત્રે તે કેશીયરની ચેમ્બરમાં જઇને અગાઉથી બનાવેલ ડુપ્લીકેટ ચાવીઓ વડે લોકર ખોલી તેમાંથી ~1000ના દરની 89 નોટોના ~89,000 હજાર અને ~500ના દરની 463 નોટોના ~2,31,500 મળીને કુલ ~3,20,500ની રોકડ રકમની ચોરી કરી હતી. પોલીસે કુલ ~10,20,500ના મુદ્દામાલ સાથે પ્રદિપની ધરપકડ કરી હતી.

પ્રદીપ પટેલ

પોલીસના જણાવ્યા મુજબ લોકરમાંથી રોકડ રકમની ચોરી કર્યા બાદ પ્રદિપ રુમની બારીમાંથી બહાર નીકળ્યો હતો અને એસી મુકવાની જાળીની જગ્યામાંથી પસાર થઇ બીજા માળે ઉતર્યો હતો,અને ત્યાર બાદ તે ફરાર થઇ ગયો હતો. તે સમયે તેને દાઢીના ભાગે ઇજા પણ થઇ હતી. પોલીસે તેની ધરપકડ કરી ડુપ્લીકેટ ચાવી કયારે અને કઇ જગ્યાએ બનાવી તે સહિતની વિવિધ બાબતો અંગે તપાસ શરુ કરી છે.

બારી બહાર કૂદતા એજન્ટને દાઢીએ ઇજા

ન્યૂ ઈન્ડિયા ઇન્શ્યૉરન્સ કંપનીમાં થયેલી ચોરીનો ભેદ ઊકેલાયો