તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • HCની સમિતિની સમીક્ષામાં નબળી કામગીરીના આધારે નિર્ણય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

HCની સમિતિની સમીક્ષામાં નબળી કામગીરીના આધારે નિર્ણય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નબળી કામગીરી કરવા બદલ 18 ડિસ્ટ્રિક્ટ જજ ફરજિયાત નિવૃત્ત

ગુજરાતહાઇકોર્ટના જસ્ટિસની અધ્યક્ષતાની સમિતિ દ્વારા રાજ્યના ડિસ્ટ્રિક્ટ જજિસની કામગીરીની સમીક્ષા બાદ 18 જેટલા ડિસ્ટ્રિકટ જજને ફરજિયાત નિવૃત્તિ પર ઉતારી દેવામાં આવ્યા છે. તમામને નિવૃત્તિ અંગે આજે જાણ કરી દેવામાં આવી હતી.

હાઇકોર્ટના સૂચનને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા 18 જેટલા ડિસ્ટ્રિક્ટ જજ કક્ષાના લીગલ ઓફિસરને ફરજિયાત નિવૃત્તિ પર ઉતારી દેવામાં આવ્યા છે. તમામની આટલા વર્ષો દરમિયાનની કામગીરીની સમીક્ષા કરવામાં આવે છે. તેમજ સમિતિમાં કરવામાં આવતી સમીક્ષાને આધારે જે ડિસ્ટ્રિક્ટ જજની નબળી કામગીરી જણાય તે ડિસ્ટ્રિક્ટ જજને ફરજિયાત નિવૃત્તિ પર ઉતારી દેવાની ભલામણ કરવામાં આવે છે. સમિતિના અહેવાલની ચીફ જસ્ટિસ દ્વારા પણ સમીક્ષા કરવામાં આવે છે. જેને આધારે ડિસ્ટ્રિક્ટ જજને ફરજિયાત નિવૃત્તિ પર ઉતારવા માટે રાજ્ય સરકારને હાઇકોર્ટ વહીવટી વિભાગ દ્વારા ભલામણ કરવામાં આવે છે. પ્રક્રિયા પૂર્ણ કરી સરકાર આવા નબળી કામગીરી ધરાવતા ડિસ્ટ્રિક્ટ જજને ફરજિયાત નિવૃત્તિ પર ઉતારી દેવાનો નિર્ણય લઇ હુકમ કરવામાં આવે છે.

શું પદ્ધતિ હોય છે | જેજજ 50થી 55 વર્ષના હોય તેવા જજની તેમના કાર્યકાળ દરમિયાનની કામગીરીની હાઇકોર્ટ દ્વારા નક્કી કરાયેેલી જજની સમિતિ દ્વારા સમીક્ષા કરાય છે. તેમણે કેટલા કેસોનો નિકાલ કર્યો, તેમજ તેમના હુકમમાં કાયદાકીય ડેપ્થ અંગે ચકાસણી કરાયછે. જે બાદ જે જજની કામગીરી નબળી હોય તેમને નિવૃત્ત કરી દેવા સમિતિ ચીફ જસ્ટિસને ભલામણ કરે છે.

{ સતીશકુમારપારેખ (ગાંધીધામ)

{ યશોધરાપંડ્યા (ગોધરા-ડેપ્યુટેશન)

{ પ્રહલાદભાઇવાઘેલા (ગોધરા)

{ શૈલેષબેલાણી (લીગલસેલ)

{ રાજર્શીઅધ્વર્યું (બનાસકાંઠા,દિયોદર)

{ નાગરપરમાર (રાજકોટ-જેતપુર)

{ છત્રસેનપટેલ (અમરેલી-રાજુલા)

{ ભરતકુમારપીઠવા (વડોદરા)

{ દિલીપપટેલ (અમદાવાદગ્રામ્ય)

{ બાબુભાઇડાભી (મહેસાણા)

{ જયેશઆચાર્ય (ખેડા-નડીયાદ)

{ શ્રેણિકપટેલ (ગોધરા)

{ જયદેવધાંધલ (કચ્છ- ભુજ)

{ સેમ્યુઅલક્રિશ્ચન (ભરૂચ-અંકલેશ્વર)

{ નિરંજનવ્યાસ (સુરત-બારડોલી)

{ મનીષઆચાર્ય (તાપી-વ્યારા)

{ બિપીનચંદ્રજોષી (રાજકોટ)

{ કંદર્પધોળકિયા (વડોદરા)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો