તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ATM તોડ બે ચોર બારડોલી લોકઅપમાંથી ફરાર થઇ ગયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ATM તોડ બે ચોર બારડોલી લોકઅપમાંથી ફરાર થઇ ગયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરતજિલ્લાના બારડોલી પોલીસ સ્ટેશનના પોલીસ લોકઅપમાંથી મંગળવારે મળસકે 4.00 કલાકે સમગ્ર ગુજરાતમાં એટીએમ ચોરીને હાહાકાર મચાવનાર ટોળકીના બે સાગરીતો કે જેઓ હાલ બારડોલીના એસબીઆઈ બેંકના એટીએમ ચોરીના ગુનામાં રિમાન્ડ પર હોય બંને આરોપી લોકઅપના દરવાજા પર મારેલ હાથકડી ખોલી નાંખી ભાગી છૂટ્યાની ઘટનાએ ભારે ચકચાર મચી ગઈ હતી.

સમગ્ર રાજ્યમાં અલગ અલગ શહેરોમાં એટીએમ મશીન તોડીને ચોરી કરીને હાહાકાર મચાનાર ટોળકીના મુખ્ય સૂત્રોધાર રામપ્રકાશ રામમુરત બિંદ (કેવટ) (રહે. કલ્પનાનગર, એસટી બસ સ્ટેન્ડ પાછળ પ્રેમ યાદવ સ્કૂલની બાજુમાં મકરપુરા, વડોદરા) ચેતન શિવાજી પરમાર (રહે. સહજાનંદ સોસા. લવકુશ નગરીની આગળ સ્વામીનારાયણ મંદિર સામે વડસર રોડ જીઆઈડીસી વડોદરા, મૂળ રહે. રાજુપરા, જિ. તા. વડોદરાને 30 જુને અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે પકડી લીધા હતાં. ટોળકીનો મુખ્ય સાગરીત રામપ્રકાશ બિંદ હોવાનું બહાર આવ્યું હતું. જેમણે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ આગળ પ્રાથમિક તપાસ અન્ય સાગરીતો સાથે સમગ્ર ઘરફોડ ચોરી, વાહનચોરી ઉપરાંત એટીએમ ચોરી મળી 16 ગુનાની કબૂલાત કરી હતી. જેમાં 8 એપ્રિલના રોજ બારડોલીના ગાંધીરોડ ખાતે એસબીઆઈનું એટીએમ મશીન તોડી 17 લાખની ચોરી કરી હતી.

વડોદરાના 2ની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો