તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગુરુને મન પોતાના શિષ્યોમાં કોઇ ભેદ નથી હોતો : કૃષ્ણ અને સુદામા સરખા હોય છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુરુને મન પોતાના શિષ્યોમાં કોઇ ભેદ નથી હોતો : કૃષ્ણ અને સુદામા સરખા હોય છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમા સ્ટુડન્ટ્સને દિવસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતુ. ભગવાન કૃષ્ણએ કહ્યું પણ છે કે, ‘ગુરુને તમારે મારું સ્વરૂપ માનવું’. ગુરુ માટે પોતાના શિષ્યોમાં કયારેય કોઇ ભેદ નથી હોતો ગુરુને મન કૃષ્ણ અને સુદામાં સરખા હોય છે. જરૂરી નથી કે ગુરુ જ્ઞાતિ કે ધર્મના હોય.

દર વર્ષે ગુરુપરુર્ણિમાએ બેંગ્લોરથી બરોડા આવતા આશિષ ખોકરે કે.જી સુભ્રમન્યને ટ્રિબ્યુટ આપી હતી. તેમણે જણાવ્યું હતુ કે, ગુગલ, સ્કાઇપ આવવાથી સબંધોની પરિભાષા બદલાય રહી છે. તેઓ છેલ્લા 18 વર્ષથી અટેન્ડન્સ નામની એન્યુઅલ ડાન્સ જર્નલ પબ્લિશ કરી રહ્યા છે. પ્રસંગે તેમની 43 બુક લોન્ચ થઈ છે ‘પુરુષ\\\'. સાથે ત્યાં ‘પુરુષ\\\'ને હિસ્ટોરિકલ ફિલ્મ સ્ક્રીનિંગ માટે ખોકર ડાન્સ અર્ચીવ્સ અને પ્રકૃતિને ડૉ. અમી પંડ્યા, દિવ્યા પટેલ અને સૌમ્યના ડાન્સ દ્વારા ઇન્વોલ્વ કર્યું હતું. પ્રો.અમિત ધોલકિયા, કાંતિભાઈ રાણા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા.

ગુરુપૂર્ણિમા નિમિત્તે યુનિ.ના વિવિધ સંગઠનો દ્વારા ગુરુ પૂર્ણમાની ઉજવણી સંકુલમાં કરવામાં આવી હતી. વિદ્યાર્થી સંગઠનો દ્વારા યુનિ.ની કોમર્સ ફેકલ્ટીના પ્રાંગણમાં બિરાજમાનમા સરસ્વતીની મૂર્તિનું પૂજન કરવામાં આવ્યું હતું.

પર્ફોમીંગ આર્ટ્સમાં મોરેશિયસથી આવેલા વિધાર્થીનો ગાયનનો કાર્યક્રમ યોજાયો હતો. ડીન ડૉ.અજય અષ્ટપૂત્રેએ જણાવ્યું હતુ કે સંગીત એવુ ક્ષેત્ર છે જે ગુરુ શિષ્ય પરંપરાના કારણે અટલ છે. તેથી ભારતીય સંગીતમાં ઘરાનાઓ જીવંત રહ્યા છે.

ગુજરાત પબ્લિક સ્કૂલ, છાણી ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે સ્ટુડન્ટ્સ દ્રારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 200થી વધુ સ્ટુડન્ટ્સે ભાગ લીધો હતો. જેમાં આજ્ઞા હી ઇશ્વર આજ્ઞાના વિચારનો પ્રસાર કરતી નાટીકા ભજવાઇ હતી. સ્ટુડન્ટ્સે ગુરુ માટે ભજન, ગીત, ગઝલ, સ્પીચ પણ આપી હતી. સ્ટુડન્ટ્સે સ્પેશિયલ નૃત્યની પણ પ્રસ્તુતિ કરી હતી. કાર્યક્રમમાં સ્ટુડન્ટ્સ, ટીચર્સ, પેરેન્ટ્સ અને બી.આર.જી ગ્રૂપના ફાઉન્ડર ચેરમેન બકુલેશ ગુપ્તા, ટ્રસ્ટી લતાબહેન અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો