તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સફાઇ કર્મીઓને પ્રસાદ અપાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હરિધામસોખડામાં આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના અધિષ્ઠાતા પૂ.હરિપ્રસાદ સ્વામી દ્વારા પ્રભુભક્તિની સાથે રાષ્ટ્રભક્તિને સમાજોપયોગી અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. શહેરમાં સ્વચ્છ વડોદરા મિશન અંતર્ગત સઘન સફાઇ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે સ્વચ્છતાની કામગીરીમાં ખંતથી કામગીરી કરનારા સફાઇ કર્મચારીઓનો ઉમંગ વધે તે હેતુથી હરિધામ-સોખડાની ગુરુપૂર્ણિમાની આશીર્વચનના ભાગરૂપે તેઓને પ્રસાદીનું વિતરણ 20મીએ કરાશે. હરિધામ-સોખડા દ્વારા પ્રાપ્ત થયેલી પ્રસાદીનું બુધવારે તમામ વોર્ડ કચેરીએથી સંતોની ઉપસ્થિતિમાં વિતરણ કરાશે. નવતર પ્રયોગથી કર્મયોગીઓને પ્રેરકબળ મળશે. પૂ.હરિપ્રસાદ સ્વામીએ ગુરુપૂર્ણિમા પ્રસંગે પાલિકાના સ્વચ્છતા મિશનને બિરદાવી શહેરીજનોને કાર્યમાં સહકાર આપવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો