તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ હુમલા કેસમાં 2 પકડાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલહાઇવે નં. 8 પર વરણામા પાસે ભરૂચ પોલીસ પર હુમલો કરી ભાગી છૂટેલા આરોપીઓ પૈકી 2 શખ્સો ઇન્દોરમાં નશીલા પદાર્થની હેરાફેરીમાં પકડાતા વરણામા પોલીસે બંનેનો કબજો લીધો હતો. બંનેને કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.

અંકલેશ્વર મહેન્દ્રનગરના સંતોષસિંગ સિંઘ અને મારૂતિધામ 1 ના બ્રીજભૂષણ ઉર્ફે બટુલ પાંડે સહિત 4ને ભરૂચ પોલીસેેે 18 ગુનામાં ઝડપી પાડ્યા હતાં. 17 જાન્યુ.2013ના રોજ એક ગુનામાં આરોપીઓને વડોદરા કોર્ટમાં લવાયા હતાં. ત્યાંથી તેમને ભરૂચ સબ જેલમાં પરત લઇ જવાતા હતા ત્યારે વરણામાની સીમમાં આરોપીઓએ પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. બાદ ભાગી છૂટેલા બંનેને નશીલા પદાર્થની હેરાફેરીમાં ઝડપ્યા હતાં. પૂછતાછમાં ભરૂચ પોલીસ પર હુમલો કર્યાની કેફિયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો