• Gujarati News
  • મેંદીના કલાસ ચલાવતી યુવતીનો અગમ્ય કારણોસર આપઘાત

મેંદીના કલાસ ચલાવતી યુવતીનો અગમ્ય કારણોસર આપઘાત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાસણાગામનાં રામદેવ મહોલ્લામાં રહેતી અને મેંદીના ક્લાસ ચલાવતી યુવતીએ અગમ્ય કારણોસર ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

બનાવની વિગતો અનુસાર વાસણા ગામના રામદેવ મહોલ્લામાં રહેતા રોહિત પરિવારની યુવતીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી લેતાં બનાવ સંદર્ભે વધુ તપાસ ગોત્રી પોલીસે હાથ ધરી હતી. રામદેવ મહોલ્લામાં રહેતા દિનેશભાઇ કાનજીભાઇ રોહિત કારેલીબાગ વિસ્તારના પેટ્રોલપંપ પર નોકરી કરે છે જ્યારે તેમની પત્ની વાસણા રોડની એક ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવે છે. તેમની 18 વર્ષીય પુત્રી હેતલ દિનેશભાઇ રોહિતે ધોરણ 8 સુધીનો અભ્યાસ કર્યા બાદ મેંદીના કલાસ ચલાવતી હતી. આજે માતા-પિતા ફરજ પર ગયાં હોઈ તેમજ ભાઇ-બહેન અન્ય રૂમમાં હોઈ હેતલે લાકડાની વળીએ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ તેનાં ભાઇ-બહેનને થતાં તેમણે બુમરાણ મચાવતાં આસપાસનાં લોકો દોડી આવ્યાં હતાં. યુવતીને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જંયાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. ગોત્રી પોલીસે બનાવ સંદર્ભે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.