• Gujarati News
  • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના ઘર પર દેખાવ કરતી મહિલાઓનો પોલીસદમનનો આક્ષેપ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના ઘર પર દેખાવ કરતી મહિલાઓનો પોલીસદમનનો આક્ષેપ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રનીભાજપ સરકાર વાયદા પૂરા કરવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે તેવા આક્ષેપ સાથેનું તહોમતનામું દરેક સાંસદ સમક્ષ રજૂ કરવા માટે કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં એનડીએના સાંસદોના ઘેરાવનો કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્ર સરકાર સામેના હલ્લાબોલ કાર્યક્રમમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, દાહોદ, ખેડા સહિતના દરેક જગ્યાએ પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. મહિલા કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલે જણાવ્યું હતું કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ઘરે પોલીસે દેખાવો કરવા દીધા નહોતા. પોલીસ સાથેના ઘર્ષણમાં વાડજ વોર્ડ પ્રમખ હંસા પરમારનો હાથ મચકોડાઈ ગયો હતો. જ્યારે ખાનપુર પાસે દહેગામના ધારાસભ્ય કામિની રાઠોડ અને સરખેજ વોર્ડ પ્રમુખ નફિસાબહેન બેભાઈ થઈ જતાં તેમને વીએસ હોસ્પિટલ લઈ જવાયાં હતાં.

કોંગ્રેસને હિસાબ માગવાનો અધિકાર નથી

^કોંગ્રેસને હિસાબ માગવાનો કોઈ અધિકાર નથી, કારણ કે તેણે 60થી વધુ વર્ષો સુધી દેશ પર રાજ કર્યું છે અને પાર્ટીએ દેશની અવદશા કરી નાખી છે, જે લોકોથી અજાણ નથી મોદી સરકારે અનેક પ્રજાહિતના કાર્યો કર્યા છે. > મોહનકુંડારિયા, સાંસદ,રાજકોટ

પ્રદેશ પ્રમુખભરતસિંહ સોલંકીએ 14 મુદ્દાનું તહોમતનામું કેન્દ્ર સરકાર પર મુકીને ભાજપ સરકાર તેની અણઆવડતને કારણે દેશની શાસન વ્યવસ્થા સંભાળવામાં નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ કર્યો હતો.

જામનગરનાસાંસદપૂનમ માડમ અને સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપુરાએ હાજર રહી તહોમતનામું સ્વીકાર્યું હતું.

મોરબીજિલ્લાકોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકર્તાઓએ વિશાળ રેલી કાઢી કૃષિ મંત્રી મોહન કુંડારિયાના કાર્યાલયે ઉગ્ર રજૂઆત કરી અાવેદનપત્ર સોંપ્યું હતું.

ભુજમાંમહિલાકોંગ્રેસની આગેવાની હેઠળ સાંસદને આવેદનપત્ર આપવા એકઠા થયેલા કોંગ્રેસીઓમાં અમુક ચહેરા ઘણા વખતે દેખાયા હતા.

પૂનમ માડમે, દેવજી ફતેપુરાએ તહોમતનામું સ્વીકાર્યું

સુરતનાં સાંસદ દર્શના જરદોશને તહોમતનામંુ આપવા ગયેલા કાર્યકરો પૈકી કોંગ્રેસના કોર્પોરેટર ફાતેમા ચન્નીવાલાને મહિલા પીએસઆઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી હતી.

ઘર્ષણ | સુરતમાં કોંગ્રેસનાં કોર્પોરેટર સાથે મહિલા PSIની ઝપાઝપી

પ્રદર્શન | કેન્દ્ર સરકાર સામે કોંગ્રેસનું રાજયવ્યાપી હલ્લાબોલ, 3 મહિલા નેતા બેભાન