• Gujarati News
  • National
  • મચ્છીપીઠ અને નાગરવાડામાંથી વીજચોરીના 13 િકસ્સા ઝડપાયા

મચ્છીપીઠ અને નાગરવાડામાંથી વીજચોરીના 13 િકસ્સા ઝડપાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીજકંપનીના વિજિલન્સ વિભાગે નાગરવાડા મચ્છીપીઠ વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ કરતાં 13 સ્થળોએથી વીજચોરી ઝડપાઇ હતી.

માંડવી સબડિવિઝનના સ્ટાફે સોમવારે વારસિયા, હાથીખાના, મંગલેશ્વર ઝાંપા, કોયલી ફળિયામાં પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ કર્યું હતું. માંડવી સબ ડિવિઝન હેઠળના વિસ્તારનાં 800 વીજજોડાણોમાં ચેકિંગ કરવા માટે 17 ટીમ બનાવવામાં આવી હતી અને તેમાં પોલીસ-એસઆરપીના 25 અને નિવૃત્ત 20 આર્મી જવાનોનો પણ સમાવેશ થતો હતો.

એમજીવીસીએલના સિટી સર્કલના ચેકિંગ બાદ મંગળવારે વિજિલન્સ વિભાગની ટીમે નાગરવાડા, મચ્છીપીઠ, નવીધરતી વિસ્તારમાં ત્રાટકીને વીજચોરી પકડવાની કવાયત કરી હતી. વીજ કંપનીના વિજિલન્સ વિભાગે સુરક્ષા બંદોબસ્ત સાથે નાગરવાડા, મચ્છીપીઠ અને નવીધરતી વિસ્તારમાં ચેકિંગ કરતા 13 જેટલા કિસ્સામાં વીજચોરી ઝડપાતાં દંડનીય આકારણી કરીને વીજબિલ ઇશ્યૂ કર્યાં હતાં. વીજચોરીને પાણીની મોટરો ચલાવાતી હતી.

અન્ય સમાચારો પણ છે...