• Gujarati News
  • CFO ટાપરિયાની ~1.06 કરોડની મિલકતો : ACB

CFO ટાપરિયાની ~1.06 કરોડની મિલકતો : ACB

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાયરબ્રિગેડનાચીફ ફાયર ઓફિસર હિતેશ ટાપરિયાની આવક કરતા વધુ ~44.84 લાખની વધુ મિલકત મળી આવતા લાંચ રૂશ્વત વિભાગે ગત જાન્યુઆરી 2014માં અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો હતો. ટાપરિયાની આજે એસીબીએ અટકાયત કરી જામીન પર મુકત કર્યા હતા. એસીબીને ટાપરિયાની ~1.06 કરોડની મિલકતના પુરાવા મળ્યા હતા.

સેવાસદનના કર્મચારી મનોજ પંડિતે ફેબ્રુઆરી 2012માં ફાયરબ્રિગેડના ચિફ ફાયર ઓફિસર હિતેશ ટાપરિયા વિરૂદ્ધ આવક કરતા મિલકત હોવાની લાંચ રૂશ્વત વિરોધી વિભાગમાં અરજી કરતાં એસીબી પીઆઇ કલ્પેશ સોલંકીએ તપાસ હાથ ધરી હતી. ઓક્ટોબર 2013 સુધીમાં તેમની ~34,04,122ની આવક સામે ખર્ચ અને બચતની ગણતરી કરતા આવક કરતા વધુ ~44.84 લાખની 112.13% અપ્રમાણસર મિલકત મળી આવી હતી. ટાપરિયા વિરૂદ્ધ 25 જાન્યુઆરી 2014ના રોજ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો હતો. દરમિયાન હિતેશ ટાપરિયાએ હાઇકોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા હતાં.બીજી તરફ એસીબી પીઆઇ સંદિપ કહારે હાથ ધરેલી તપાસમાં કુલ ~1.06 કરોડની મિલકત મળી હતી. એસીબી પીઆઇએ આગોતરા જામીન સંદર્ભે સોમવારે હિતેશ ટાપરિયાની અટક કરી હાઇકોર્ટના આદેશ અનુસાર જામીન મુક્ત કર્યા હતા.

{ તલસટમાં2 પ્લોટ

{સમા-સાવલીરોડ પર ફ્લેટ

{જેપીરોડ ભદ્રલોકમાં ફ્લેટ

{વિકાસનગરસોસાયટીમાં મકાન

{કારેલીબાગવિસ્તારમાંજૂની દુકાનો

{છાણીમાંપ્લોટ

{વાંકાનેરમાંપત્ની અને પુત્રના નામે ખેતીલાયક જગ્યા

{કચ્છ-ભૂજમાંપત્નીના નામે જમીન

{હિતેશટાપરિયા, તેમના પુત્ર અને પુત્રીના બીઓબીના એકાઉન્ટમાં ~5.50 લાખની રકમ

કઇ-કઇ મિલકતો છે

^હાઇકોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા હોય આજે તેમને અટક કરી જામીનમુકત કર્યા હતાં. ગુનો નોંધાયા બાદ માહિતીના આધારે પુરાવા એકત્રિત કર્યા હતાં. વડોદરા, વાંકાનેર અને કચ્છ-ભૂજમાં ~1.06 કરોડની સ્થાવર-જંગમ મિલકત અને રોકણો હોવાનું બહાર આવ્યું છે. > સંદિપકહાર, પીઆઇ,એસીબી

^એક વર્ષ પહેલા હાઇકોર્ટમાંથી જામીન મેળવ્યા હતાં. પ્રોસિઝરના ભાગરૂપે આજે કાયદેસરની પ્રક્રિયા કરી હતી. અમે હાઇકોર્ટમાં ~1 કરોડની પ્રોપર્ટી હોવાનું જણાવેલું છે તેમજ લીગલ સોર્સ ઓફ ઇન્કમ બતાવ્યો છે. એસીબીના વેલ્યુએશન પ્રમાણે તે ~1.06 કરોડની થતી હશે. > હિતેશટાપરિયા, CFO

}મિલકતો-રોકાણ મળ્યાં

}હાઇકોર્ટમાં જાહેર કરેલું છે