• Gujarati News
  • કપડાં સૂકવતાં ત્રીજા માળેથી પટકાયેલી તરુણીનું મોત

કપડાં સૂકવતાં ત્રીજા માળેથી પટકાયેલી તરુણીનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાદીનદયાળ નગરમાં કપડાં સૂકવતાં ત્રીજા માળેથી પટકાયેલી તરુણીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

દીનદયાળનગર સ્થિત વુડાના મકાનમાં રહેતા ગણપતભાઈ તડવીને બે સંતાનો છે. રવિવારે સવારના સુમારે ભાવના ગેલેરીમાંનાં કપડાં લઈ રહી હતી ત્યારે સમયે પવનને કારણે ઉડેલું કપડું લેવા જતાં તેનો પગ નીચેથી લપસી જતાં તે ત્રીજા માળની ગેલેરીમાંથી નીચે પટકાઈ હતી. તેને શરીર અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. બનાવની જાણ પરિવારજનોને થતાં તેને તુરંત નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી જ્યાં તેનું સોમવારે વહેલી સવારે સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. લક્ષ્મીપુરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.