• Gujarati News
  • દરજીપુરા, સમા અને છાણી િવસ્તારનાં દબાણોનો સફાયો

દરજીપુરા, સમા અને છાણી િવસ્તારનાં દબાણોનો સફાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાસમા, છાણી અને દરજીપુરા વિસ્તારમાં સેવાસદનની દબાણ શાખાએ સપાટો બોલાવીને પાંચ ટ્રક ભરીને માલસામાન જપ્ત કર્યો હતો.

શહેરના જુદા જુદા વિસ્તારોમાં રોડલાઇનમાં દબાણો ઊભાં થઇ ગયાં છે અને તેના કારણે રસ્તા સાંકડા થઇ જતાં ટ્રાફિકની સમસ્યા ઊભી થઇ છે. રસ્તારેષાની જગામાં કાચું પાકું બાંધકામ થઇ ગયું છે તો લારી ગલ્લા-શેડનાં દબાણો પણ ઊભાં થઇ ગયાં છે. જેથી, રસ્તારેષાનાં દબાણો દૂર કરવાની કવાયત સેવાસદને આદરી છે અને તે અંતર્ગત તાજેતરમાં ખાસવાડી સ્મશાનગૃહવાળા રસ્તા પરના 18 મીટરના રસ્તારેષાનાં દબાણો દૂર કરીને રોડ પહોળો કરવામાં આવ્યો હતો. તેવી રીતે, ટીપી-13 થી ટીપી-12ને જોડતા નર્મદા કેનાલવાળા ભાગમાં પણ રસ્તારેષામાં દબાણો થઇ ગયાં હોવાના પગલે સેવાસદનની દબાણ શાખાએ પોલીસ બંદોબસ્ત સાથે ઓપરેશન ડીમોલિશન હાથ ધર્યું હતું. ખાસ કરીને રોડલાઇનની જગામાં એક શખ્શે પાણીની ટાંકી ઊભી કરી ત્યાંથી પાણીની ટેન્કરો ભરાવીને ધંધો કરતો હોવાનો ઘટસ્ફોટ થતાં દબાણ શાખાએ તે ભાગ દબાણમુક્ત કરાવ્યો હતો.

છાણી જકાતનાકા, સમાની સાથોસાથ દરજીપુરા આરટીઓ કચેરી નજીકના ભાગમાં પણ ટ્રાફિકમાં અવરોધરૂપ દબાણોનો સફાયો બોલાવ્યો હતો અને કુલ પાંચ ટ્રક ભરીને માલસામાન જપ્ત કર્યો હતો.