- Gujarati News
- વડોદરા ગેસ લિ. દ્વારા કારેલીબાગમાં પ્રથમ વખત પાઇપ્ડ ગેસ જોડાણ અપાશે
વડોદરા ગેસ લિ. દ્વારા કારેલીબાગમાં પ્રથમ વખત પાઇપ્ડ ગેસ જોડાણ અપાશે
ઓન ડીમાન્ડ પાઇપ્ડ ગેસ જોડાણ અપાશે
શહેરમાંરાંધણગેસ પાઇપ્ડ ગેસ જોડાણ મેળવવાની શહેરીજનોની આતુરતાનો આખરે અંત આવ્યો છે. કારેલીબાગ વીઆઇપી રોડ પરની સોસાયટીના 450 ઘરોમાં એક અઠવાડિયા પછી પાઇપ્ડ ગેસનો લાભ મળશે. ગેઇલ અને સેવાસદનના ગેસ પ્રોજેકટ વિભાગની જોઇન્ટ વેન્ચર કંપની વડોદરા ગેસ લિમીટેડની સ્થાપના પછી પહેલી વખત ગેસજોડાણ આપવામાં આવનાર છે અને તેના માટેના નેટવર્કની કામગીરીને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.
હાલમાં એલ એન્ડ ટી (વુડા) સર્કલ સુધી લાઇન નાંખવામાં આવી છે. લાઇનમાંથી કારેલીબાગ વીઆઇપી રોડમાં ઘરેલંુ ગેસ જોડાણ આપવા માટે ટેપીંગ ચાલે છે અને હાલમાં હરણી એરપોર્ટની સામે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. વડોદરા ગેસ લિ. દ્વારા આગામી અઠવાડિયાથી 450 પરિવારનો ઘરના રસોડા સુધી પાઇપ્ડ ગેસનું જોડાણ કરી કનેકશન ચાલુ કરવામાં આવનાર છે અને તેમાં હરણી એરપોર્ટથી એલ એન્ડ ટી સર્કલ સુધીની સોસાયટીઓમાં ગેસ જોડાણ અપાશે.
શું રેટ હશે?
}ઓન ડિમાન્ડ જોડાણ માટે શું કરવું?
}નિઝામપુરામાં CNG સ્ટેશન ટૂંકમાં શરૂ
વડોદરા ગેસલિ. દ્વારા નિઝામપુરા અને કારેલીબાગ વુડા સર્કલ પાસે સીએનજી પંપ સ્ટેશન શરૂ કરવાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં, નિઝામપુરા ખાતે સીએનજી પંપ બનાવવાના માળખાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને ટૂંક સમયમાં ત્યાંસ્ટેશન ચાલુ કરી દેવાની ધારણા સેવવામાં આવી રહી છે. જોકે, વુડા ભવનની નજીકની જગામાં હજુ સીએનજી પંપ સ્ટેશન બનાવવાનુ કામ ઘોંચમાં પડતા ત્યાં સીએનજી સ્ટેશન બનતા હજુ મહિનાનો સમય લાગે તેવી શકયતા બિલકુલ નકારી શકાતી નથી.
સુવિધા |કારેલીબાગ VIP રોડ પર પાઇપ્ડ ગેસ અઠવાડિયામાં ચાલુ થશે
નાગરિકોએ દાંડિયબજાર ખાતેની ગેસ વિભાગની કચેરીમાંથી નવા જોડાણ માટેનંુ ફોર્મ મેળવવાનું રહેશે.
ફોર્મ સાથે રહેણાંકના જરૂરી પુરાવા જોડવાના રહેશે.
ફોર્મમાં જોડાણ ફીની રકમ ભરીને ગેસની કચેરીમાં પરત કરવાનંુ રહેશે.
કારેલીબાગ વીઆઇપી રોડની સોસાયટીઓમાં ગેસ કંપનીનો સ્ટાફ ફોર્મ લઇને જનાર છે અને તેમના થકી ફોર્મ ભરીને પરત આપવાના રહેશે.
~52 પ્રતિયુનિટ
કોર્મશિયલ ગેસ જોડાણ
~23 પ્રતિયુનિટ
ઘરેલુ ગેસ જોડાણ