સિટી રિપોર્ટર | વડોદરા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર | વડોદરા

વડોદરાનીઇ-કોમર્સની વેબસાઇટને પાકિસ્તાની હેકર્સ દ્વારા હેક કરવામાં આવતાં ચકચાર મચી હતી. કંપનીની ટેક્નિકલ ટીમને શનિવારે સવારે વેબસાઇટ હેક કરાઇ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. સાયબર સેલ દ્વારા જણાવાયું હતું કે મામલે કંપની દ્વારા પોલીસનો સંપર્ક કરાયો હતો પણ હજુ સુધી ફરિયાદ મળી નથી.

વડોદરાથી સંચાલિત ઓનલાઇન પરચેઝ કરતી કંપનીની વેબસાઇટ પર સાયબર હુમલો કરાયો હતો. કંપનીની ટેક્નિકલ ટીમને શુક્રવારે સવારે પોતાની કંપનીની વેબસાઇટ હેક થઇ હોવાની જાણ થઇ હતી. મામલે કંપનીના કર્મચારીઓએે લક્ષ્મીપુરા પોલીસનો સંપર્ક કર્યો હતો.

વેબસાઇટ ઓપન કરતાં વેબસાઇટ હેક કરાઇ હોવાનો સંદેશો આવી જાય છે. પાકિસ્તાનના ઝંડાના નિશાન સાથે 14 ઓગસ્ટ પાકિસ્તાનની આઝાદીનું પોસ્ટર દર્શાવાયું છે અને ધમકીભર્યો મેસેજ આપવામાં આવ્યો છે કે હવે પાકિસ્તાન ભારતીયોના લોહીથી નવો ઇતિહાસ લખશે.

હેક અંગેે ફરિયાદ મળી નથી : સાયબર સેલ

પાકિસ્તાનના ઝંડા સાથે ધમકીભર્યો મેસેજ

પાકિસ્તાની હેકર્સે શહેરની ઇ-કોમર્સ વેબસાઇટ હેક કરી

અન્ય સમાચારો પણ છે...